કોમ્યુનિટી હોલ બાંધવાના કામમાં રિ-ટેન્ડરથી 1.07 કરોડનો ફાયદો

January 19, 2019 at 3:54 pm


મહાનગરપાલિકા આયોજિત મેરેથોન સહિતના આયોજનોમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઆે પકડી પાડયા બાદ સ્ટેન્ડિ»ગ કમિટીએ આવો વધુ એક ગફલો પકડી પાડયો છે. વોર્ડ નં.10માં યુનિવસિર્ટી રોડ પર, એસ.એન.કે. સ્કૂલની બાજુમાં સેન્ટ્રલ એ.સી. કોમ્યુનિટી હોલનું બાંધકામ કરવાનો કોન્ટ્રાકટ એક પાર્ટીને આપવાનો હતો. બજાર કિંમત કરતાં અનેકગણા ઉંચા ભાવની દરખાસ્ત થઈ હોવાની આશંકા સ્ટેન્ડિ»ગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી ભાજપ સંકલન સમિતિની બેઠકમાં વ્યકત કરાતાં આ કામમાં રિ-ટેન્ડરનો નિર્ણય લેવાયો હતો અને તેમાં મહાપાલિકાને રૂા.1.07 કરોડનો ચોખ્ખો ફાયદો થયો છે.
ચાેંકાવનારા આ પ્રકરણની મળતી માહિતી મુજબ વોર્ડ નં.10માં એસ.એન.કે. સ્કૂલ નજીક સેન્ટ્રલી એ.સી. હોલ બનાવવાનું ટેન્ડર બહાર પડાયું હતું અને તેમાં દોશી ઈલેકટ્રીકલ નામની એજન્સીએ રૂા.3,44,53,861નું ટેન્ડર ભરી 27 ટકા આેન દશાર્વી હતી. પાર્ટી સાથે ચર્ચા કરતા બે ટકા આેન આેછી કરવામાં આવી હતી અને તેના કારણે આ કામ રૂા.4,38,18,420નું થવા પામ્યું હતું. આમાં પણ ભાવ ઘણા ઉંચા છે તેવી આશંકા ઉદ્ભવતા રિ-ટેન્ડરનો નિર્ણય કરાયો હતો.
ટૂંકા સમયગાળામાં રિ-ટેન્ડર કરાયું હોવા છતાં ચાર પાર્ટીઆેએ ભાવ ભર્યા હતા અને તેમાં સૌથી નીચા ભાવ અમદાવાદની પ્રણામ ટેકનોક્રેટ નામની એજન્સીના આવ્યા હતા. 6 ટકા ડાઉન સાથે ભાવ આવ્યા છે અને આ કામ રૂા.3 કરોડ 23 લાખમાં થશે અને મહાનગરપાલિકાને રૂા.1 કરોડ 7 લાખનો ફાયદો થશે. જો કે, આ ટેન્ડરની વિધિવત દરખાસ્ત સ્ટેન્ડિ»ગ કમિટીની આગામી બેઠકમાં મુકવામાં આવશે.
આ બાબતે સ્ટેન્ડિ»ગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કમિશનરના ટેકનીકલ પી.એ.ની જવાબદારી બનતી હોય છે. આવેલી દરખાસ્ત પુરેપુરી ચેક થયા બાદ ટેકનીકલ પી.એ. તરફથી કમિશનરના ટેબલ પર ફાઈલ મુકાતી હોય છે. આ પ્રકરણમાં આવડી મોટી ભૂલ ટેકનીકલ પી.એ.થી કેમ થઈ હશે તે વિચારણા માગી લે તેવો મુદ્દાે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણ સંભાળતા રોશની વિભાગના એક અધિકારીની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે અને તેની ચર્ચા પણ મહાનગરપાલિકામાં જોરશોરથી થઈ રહી છે.

Comments

comments

VOTING POLL