કોર્ટની બહાર બઘડાટી ગન સાથે એક ઝડપાયો પોલીસ દોડી ગઇ

February 15, 2018 at 2:17 pm


મહમદી બાગમાં થયેલી હત્યા અંગે વલી હાલારી અને યાસીન ઉર્ફે પેપાની જામીન અરજી અંગે ફાસ્ટ ટ્રેકમાં સુનાવણી સમયે બનેલી ઘટના ઃ એરગન સાથે પોલીસે ભુંભલીના શખ્સની કરેલી અટકાયત

શહેરના હાઇકોર્ટ રોડ પર આવેલી ફાસ્ટટ્રેક કોર્ટમાં શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં ગત વર્ષે ફાયરીગ અને હત્યા કેસમાં શહેરના નામચીન શખ્સોની જામીન અરજીની સુનાવણી હોય બન્ને શખ્સો કોર્ટમાં આવ્યા હતા. દરમ્યાન કોર્ટ પરિસર બહાર નામચીન શખ્સ પર ફાયરીગ કરનારના કેટલાક માણસોએ પરિસર નજીકથી પસાર થઇ રહેલા ભુંભલી ગામના યુવાન પર હુમલો કરતા યુવાને પોતાની પાસે રહેલું હિથયાર કાઢતા પોલીસે યુવાનની અટકાયત કરી હતી. ઘટનાના પગલે કોર્ટ પરિસરમાં લોકોના ટોળા ઉમટéા હતા.
સમગ્ર ઘટનાની ઉપલબ્ધ થયેલી પ્રાથમિક વિગતો મુજબ ગત વર્ષે શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં આવેલા મહમદીબાગમાં યોજાયેલા ભોજન સમારંભમાં શહેરના કુખ્યાત ઉબેદ શેખ અને વલી હાલારી પર ફાયરીગની ઘટના બની હતી બન્ને પર ફાયરીગ કરનાર શખ્સના હાથમાંથી રીવોલ્વર આંચકી યાસીન ઉર્ફે પેપોએ ફાયરીગ કરી શખ્સની હત્યા કરી હતી. આ કેસમાં વલી હાલારી અને યાસીન ઉર્ફે પેપાએ કરેલી જામીન અરજીની આજે ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી હોય વલી હાલારી અને યાસીન ઉર્ફે પેપાને ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીગમાં લવાયા હતા.
દરમ્યાન કોર્ટ પરિસરમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉભા હતા ત્યારે ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીગ નજીકથી પસાર થઇ રહેલા ભુંભલી ગામના એક યુવાન સાથે ઝપાઝપી કરતા યુવાને પોતાની કમરમાં રહેલું હિથયાર કાઢતા કોર્ટ પરિસરમાં હાજર રહેલી પોલીસે યુવાનની અટકાયત કરી હતી અને યુવાનના કબ્જામાં રહેલી ‘એરગન’ની અટકાયત કરેલા ભુંભલીના યુવાનને પોલીસને એવું જણાવ્યું હતું કે, પોતે આજે ખરીદી અથ£ આવ્યો હતો અને બજાર તરફ જોઇ રહ્યાે હતો ત્યારે 4 થી 5 જેટલા અજાÎયા શખ્સોએ અટકાવી માર માર્યો હતો તો બીજી બાજુ ઉબેદ શેખ અને વલી હાલારી પર મહમદી બાગમાં રીવોલ્વર વડે ફાયરીગ કરનારાઆેના જામીન હાઇકોર્ટમાં મંજુર થયા હોય વિંછીયાથી આવેલા તે પક્ષના લોકો પણ કોર્ટ પરિસરમાં હાજર હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું.
શહેરના નામચીન શખ્સ્ાેની જામીન અરજીની સુનાવણી સમયે ફાસ્ટટ્રેક કોર્ટ પરિસરમાં થયેલી ધમાલના પગલે કોર્ટ પરિસરમાં લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા જ્યારે પોલીસનો પણ મસમોટો કાફલો ફાસ્ટટ્રેક કોર્ટ દોડી ગયો હતો.

Comments

comments

VOTING POLL