કોર્ટે આ સજા ફટકારી સમાજમાં બેસાડ્યું અનોખું ઉદાહરણ !!

June 7, 2019 at 11:44 am


સામાન્યરીતે દારૂ પીને ગાડી ચલાવી એ મોટો ગુનો માનવામાં આવે છે અને આ ગુનોમાં પકડાવ તો જેલ પણ થઈ શકે છે. હાલમાં જ એક યુવક દિલ્હીમાં નશાની હાલતમાં ગાડી ચલાવતા પકડાયો હતો ત્યારે કોર્ટે તેને એક વિચિત્ર જ સજા ફટકારી સમાજને એક અનોખું ઉદાહરણ પ્રદાન કર્યું છે. દિલ્હીમાં આવા કિસ્સાઓ અવારનવાર બનતા જ હોઈ છે. ત્યારે કોર્ટે દારૂ પીને ગાડી ચલાવવાના કિસ્સામાં યુવકને બે અઠવાડિયાં સુધી દરરોજ 7 કલાક વૃદ્ધાવસ્થામાં સેવા આપવાની સજા સંભળાવી છે. ટ્રાયલ કોર્ટના આદેશને જાળવી રાખતા સેશન્સ જજે યુવાનને દોષી ઠેરવ્યો હતો. જો કે, કોર્ટે તેને બે દિવસની જેલની સજા આપવાને સંભળાવવાને બદલે તેને સમાજસેવા કરવાની સજા સંભળાવી. તો સાથે જ કોર્ટે બે અઠવાડિયાં પછી વૃદ્ધાશ્રમમાં સેવા કરતા દરરોજના ફોટોગ્રાફ્સ પણ જમા કરવાનો આદેશ આપ્યો છે. આશ્રમના મેનેજરને આ યુવકની હાજરી પણ સાબિત પણ કરવાનું કહ્યું છે. અગાઉ ટ્રાયલ કોર્ટે યુવકનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો.

Comments

comments

VOTING POLL