કોર્ટ કેસનું જીવંત પ્રસારણ શક્ય છેંં

February 15, 2018 at 8:45 pm


સામાન્ય રીતે અદાલતોની કાર્યવાહી ચાર દિવાલોની વચ્ચે જ થતી હોય છે. પરંતુ હમણા સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ જાહેર હિતની અરજી થઇ છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ થવું જોઇએ. ખાસ કરીને બંધારણીય બાબતોની ચર્ચા કરતા બહુ મહત્વના કેસો પુરતી તો આ પ્રથા પાડવા જેવી છે જ. આ અરજીએ દેશનાં ન્યાયિક વતુર્ળોમાં સારી એવી ચર્ચા જગાવી છે. આમ તો સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના રીપોર્ટિંગ પર કોઇ પ્રતિબંધ હોતો નથી. પરંતુ, રીપોર્ટિંગની મર્યાદા એ છે કે મોટાભાગે સુપ્રીમ કોર્ટે શું ઠરાવ્યું તેની જ જાણ પ્રજાને જાહેર માધ્યમો થકી થાય છે. સુપ્રીમ કોર્ટ આ નિર્ણય સુધી કેવી રીતે પહાેંચી તેની વિગતો સામાન્ય પ્રજા સુધી પહાેંચતી નથી. તેના કારણે સુપ્રીમના અનેક નિર્ણયોનું ખોટું અર્થઘટન થાય તેવો ભય રહે છે.

તાજેતરમાં એક ચિંતાજનક ટ્રેન્ડ એ પણ જોવા મળ્યો છે કે સુપ્રીમના ચુકાદાઆેનો લોકો પોતાની માન્યતા કે પૂર્વગ્રહ પ્રમાણે મનઘડંત અર્થઘટન કરી તેને વિશે ગમે તેવા મેસેજીસ ફેલાવે છે. સુપ્રીમ કોર્ટે દીવાળી વખતે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો તેનાં ચોક્કસ કારણો હતાં. પરંતુ, લોકોમાં એવો મેસેજ ફેલાવાયો કે જાણે સુપ્રીમ કોર્ટ હિંદુ ધર્મના તહેવારોની સારી રીતે ઉજવણીના વિરોધમાં હોય. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફિલ્મ પÚાવત’ પર ગુજરાત સહિતનાં રાજ્યોએ મૂકેલા પ્રતિબંધને ફગાવ્યો ત્યારે કેટલાક લોકોને એવું લાગ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ઇતિહાસની તોડમરોડને અનુમોદન આપે છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય અભિવ્યિક્તના સ્વાતંÔયના જતન કાજે આપ્યો હતો. એ કેસમાં એવી બહુ વાજબી દલીલ થઇ હતી કે એક વખત સેન્સર બોર્ડ દ્વારા જે ફિલ્મને મંજૂરી આપી દેવામાં આવી હોય તેની સામે રાજ્ય સરકારો દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવે તે સમવાયતંત્રની ભાવનાની વિરુÙ છે. પરંતુ, લોકો સુધી આ વાત પહાેંચી જ નહી. તે જ રીતે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સ્પષ્ટ કરી આપ્યું છે કે તે રામમંદિર જન્મભૂમિ વિવાદને લગતા કેસને માત્રને માત્ર જમીની માલિકીના કેસ તરીકે જ ગણશે. આ નિર્ણયનાં પણ એવાં ખોટા અર્થઘટનો થઇ શકે છે કે સુપ્રીમ કોર્ટને બહુમતી પ્રજાની ધામિર્ક ભાવનાઆેની કોઇ પરવા જ નથી. સુપ્રીમ કોર્ટે કોઇનીય નજરમાં પોતાના ચુકાદા કે નિર્ણયોને ઉચિત ઠેરવવાની કોઇ જરુર પણ નથી. પરંતુ, કાર્યવાહીના જીવંત પ્રસારણનો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ઉચિત ઠેરવવા નહી પરંતુ વધારે તો લોકોને કાનૂની નિર્ણયો પાછળની પ્રqક્રયાની સમજ આપવાને ધ્યાનમાં રાખીને થવો જોઇએ. સુપ્રીમ કોર્ટ હવે પોતે કોર્ટરુમમાં કેમેરાને હાજર રાખવા બાબતે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

Comments

comments

VOTING POLL