કોર્પોરેશને બે દિવસમાં વધુ 16 મિલ્કતો કરી સીલ

September 8, 2018 at 12:36 pm


જામનગરના ઉધોગનગર, સાધના કોલોની, એરફોર્સ-2ના વિસ્તારોમાં મ્યુ.કોર્પો.ની મિલ્કતવેરાની રીકવરી ટીમે બે દિવસમાં 16 બાકીદારોની મિલ્કતો સીલ કરી હતી. ગઇકાલે શિવમ સોસાયટી 3 માં શિવરંજની એપાર્ટમેન્ટમાં શ્રીજી ડેવલપર્સના બાકી રૂા.72,976 પેટે, એરફોર્સ-2 રોડ પર મુળજી વેલજી ભાણજી જેરામ વાળી જગ્યામાં કટલેરીની દુકાનના બાકી રૂા.39,033 પેટે, સાધના કોલોની બ્લોક નં.એલ71માં ગઢવી જી.એસ.ના બાકી રૂા.25,939 પેટે, બ્લોક નં. એલ78ના ઉદયન ઇશ્વરભાઇના બાકી રૂા.27,737 પેટે બ્લોક નં. એલ76ના રાઠોડ પ્રવિણના ભાડુત અભેસિંહ ચૌહાણના બાકી રૂા.24,651 પેટે તેમજ જીઆઇડીસીમાં વિનોદભાઇ પોપટભાઇ કનખરાના પ્લોટ નં.500ના બાકી રૂા.1,16,188 પેટે, તેમજ તેના ભાડુઆતો શશીકાંત પુરૂષોતમના બાકી રૂા.70,407 પેટે ટાઇમના બાકી રૂા.66,331 ઉમેદભાઇ પંડયાના બાકી રૂા.65,135 સૈફી બ્રાસના બાકી રૂા.65,135 પેટે શામજીભાઇ ખજુરીયાના બાકી રૂા.60,900 પેટે, હસમુખભાઇ ફલીયાના બાકી રૂા.46625 પેટે, શેડનું 361/12ના જમનભાઇ રામજીના બાકી રૂા.44,948 પેટે, જોગેશ્વરી ઇલેકટ્રાેપ્લેટર્સના બાકી રૂા.26,878 પેટે, વિનોદભાઇ પોપટલાલના બાકી રૂા.21,372 પેટે ભાડુત દિનેશભાઇ વી.ગજરાના બાકી રૂા.8343 પેટે સીલીગની કામગીરી કમિશ્નરની સુચનાથી ટીમના મધુર ટાંક, ચિરાગ માંડલીયા, એ.આર. વારસુર, શકિતસિંહ વગેરેએ કરી હતી સીલીગ દરમ્યાન તંત્રને સ્થળ પર જ રૂા.3.59 લાખની આવક થઇ હતી.

Comments

comments

VOTING POLL