કોલંબો એરપોર્ટ ઉપરથી વધુ એક બોમ્બ મળ્યો: મૃત્યુ આંક 290

April 22, 2019 at 10:29 am


શ્રીલંકામાં આજે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક જીવતો બોમ્બ મળી આવ્યો છે. જોકે પોલીસે સમયસર તેને નિષ્ક્રિય કરી દીધો હતો. સાથે જ રવિવારે થયેલા વિસ્ફોટના સંબંધમાં 13 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રવિવારના વિસ્ફોટ બાદ દેશમાં લાગેલા કર્ફ્યૂને આજે સવારે 6 વાગે હટાવી લેવામાં આવ્યો છે. રવિવારના શ્રીલંકાના ચર્ચો અને ફાઇવ-સ્ટાર હોટલોમાં ઇસ્ટરના સમયે આત્મઘાતી હુમલો સહિત આઠ બોમ્બ બ્લાસ્ટમાં 290 લોકોના મોત થયા છે જ્યારે 500થી લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં 5 ભારતીયોના મોત થયા છે.

લિટ્ટેની સાથે ખૂની સંઘર્ષના દૂર થયા બાદ લગભગ એક દશક બાદ શ્રીલંકાની શાંતિ આ ઘટનાથી ભંગ થઇ ગઇ છે. આ બ્લાસ્ટમાં મોતને ભેટનાર લોકોને દુનિયાભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ફ્રાન્સના પેરિસમાં એફિલ ટાવરની લાઇટ મધરાતે બંધ થઈ હતી. આ ઉપરાંત, ભારતમાં સ્થિત મહાબોધી મંદિરમાં બૌદ્ધ સાધુઓ પ્રાર્થના કરે છે.

શ્રીલંકાના પાટનગર કોલંબો તથા નેગોમ્બો અને બેટ્ટીકેલોઆ શહેરોમાં ગઈ કાલે કરાયેલા ટેરર બોમ્બ વિસ્ફોટોમાં માયર્િ ગયેલાઓનો આંક વધીને 290 થયો છે. આ વિસ્ફોટો જાણીતા ચર્ચ અને લક્ઝરી હોટેલ્સમાં કરવામાં આવ્યા હતા.ગઈ કાલે ધડાકાઓ થયા બાદ તરત જ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો, જેને આજે વહેલી સવારે ઉઠાવી લેવામાં આવ્યો હતો.

શ્રીલંકામાં રવિવારે કરાયેલ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અંગે દસ દિવસ પહેલા દેશના પોલીસ પ્રમુખે ચેતવણી જાહેર કરતા જણાવ્યું હતું કે, આત્મઘાતી હુમલાખોરો દેશના મહત્વના ગિરિજાધરોને નિશાનો બનાવી શકે છે. પોલીસ પ્રમુખ પી. જયસુંદરાએ 11 એપ્રિલના રોજ એક ગુપ્ત માહિતીને આધારે શ્રીલંકન સરકારના ઉચ્ચ અધિકારીઓને આ મામલે ચેતવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ચેતવણીમાં સ્પષ્ટતાથી જણાવવામાં આવ્યું હતું કે, એનટીજે (નેશનલ તોહિદ જમાત) દેશન મહત્વના ચર્ચોને અને કોલંબોમાં ભારતીય દૂતાવાસ પર ફિદાયીન હુમલાની યોજના બનાવી રહ્યા છે. શ્રીલંકાનું કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. ગત વર્ષે બુદ્ધ પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આ જ સંગઠન સક્રિય હતું.
રવિવારે શ્રીલંકામાં ત્રણ ચર્ચ અને ત્રણ હોટલોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં મરનાર લોકોની આંકડો વધીને 160 પહોંચ્યો છે જ્યારે 450થી વધારો લોકો ઇજા પામ્યા હતા. શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી ભયાનક અને મોટો હુમલો માનવામાં આવે છે, મૃતકોમાં નવ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.
ઇસ્ટર પર્વને દિવસે કરાયેલ આ હુમલાની જવાબદારી અત્યાર સુધી કોઇ પણ સંગઠને લીધી નથી. જો કે શ્રીલંકામાં એલટીટીઇ એ પણ ઘણા હુમલાને અંજામ આપ્યા છે પરંતુ 2009માં આ સંગઠનનો સંપૂર્ણ ખાતમો કરવામાં આવ્યો હતો.

Comments

comments