કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની સીબીઆઇ દ્વારા પૂછપરછ

February 9, 2019 at 10:48 am


કેન્દ્ર સરકાર અને બંગાળની મમતા સરકાર વચ્ચે ભયંકર ટસલ થઈ છે અને કલકત્તાના પોલીસ કમિશનર રાજીવકુમારના ઘરે સીબીઆઈના અધિકારીઆે ગયા બાદ જે કંઈ થયું છે તે તો બધાને ખબર જ છે પરંતુ આજથી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કલકત્તાના પોલીસ કમિશનર રાજીવકુમાર શીલાેંગ ખાતે સીબીઆઈ સમક્ષ હાજર થયા છે અને સીબીઆઈના અધિકારીઆેએ એમની પૂછપરછ શરૂ કરી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજીવકુમારે સીબીઆઈને તપાસનો સહકાર આપવાનો છે અને તેના ભાગરૂપે રાજીવકુમારની પૂછપરછ આજથી શરૂ થઈ છે. આ મેરેથોન પૂછપરછમાં રાજીવકુમારે ઘણા બધા અઘરા સવાલોના જવાબ આપવાના છે.

શારદા ચીટફંડ કેસમાં આજે એમની પૂછપરછ શરૂ થઈ છે. જો કે, રાજીવકુમાર ગઈકાલે સાંજે જ શીલાેંગ પહાેંચી ગયા હતા. સીબીઆઈના કાર્યાલયમાં આ પૂછપરછ શરૂ થઈ છે અને એક અજ્ઞાત સ્થળે પણ એમની પૂછપરછ થવાની છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. રાજીવકુમારની સાથે પોલીસ ખાતાના અન્ય ત્રણ આઈપીએસ અધિકારીઆે પણ આવ્યા છે.

ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, રાજીવકુમારને શહેરની બહુ મોટી હોટલમાં રોકવામાં આવ્યા છે. એમના ત્રણ સાથીદારો પણ ત્યાં જ છે. મેઘાલયની પોલીસ એમને સિકયુરિટી પુરી પાડી રહી છે. સીબીઆઈના અધિકારીઆેની એક ટૂકડી દિલ્હીથી શીલાેંગ પહાેંચી ગઈ છે.

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં એવો આરોપ મુકયો હતો કે, શારદા ચીટફંડ ગોટાળામાં સીટની તપાસનું નેતૃત્વ રાજીવકુમારે કર્યું હતું અને એમણે ઈલેકટ્રાેનિક પુરાવા સાથે છેડછાડ કરી છે અને સીબીઆઈને જે દસ્તાવેજો એમણે સાેંપેલા છે તેમાંથી કેટલાકમાં છેડછાડ કરવામાં આવી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બધા જ બિનજરૂરી વિવાદોથી બચવા માટે કુમારને તટસ્થ સ્થળ શીલાેંગમાં બોલાવીને પૂછપરછ કરવાનો આદેશ કર્યો હતો.

દરમિયાનમાં સીબીઆઈ દ્વારા પૂછપરછના એક દિવસ પહેલાં જ એટલે કે ગઈકાલે સીબીઆઈના પૂર્વ વચગાળાના વડા નાગેશ્વર રાવની પત્નીના બે બિઝનેસ મથકો પર પોલીસે દરોડા પાડયા હતા અને બે સંપતિઆેની તપાસ શરૂ કરી છે. એક જૂની ફરિયાદના આધારે કોલકતા પોલીસે એન્જિલા મર્કન્ટાઈલ પ્રા.લિ.ના બે કાર્યાલયો પર દરોડા પાડયા છે.

કોલકાતા પોલીસે કર્યા વેરના વળામણાઃ સીબીઆઈ અધિકારીની પત્નીના ઘરે દરોડા

સીબીઆઇ વિરુÙ પોલીસની લડાઇ હવે એક નવા જ વળાંક પર પહાેંચી ચુકી છે. કોલકાતા પોલીસે સીબીઆઇનાં પૂર્વ વચગાળાનાં નિર્દેશક નાગેશ્વર રાવની પત્નીનાં ઘર સહિત 2 સ્થળ પર દરોડા પાડéા હતા. પિશ્ચમ બંગાળ પોલીસે એક દરોડો કોલકાતામાં અને બીજો દરોડો સોલ્ટ લેકમાં નાગેશ્વર રાવની પત્ની એજેલીના મર્ચેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ પર માર્યો હતો. જો કે નાગેશ્વર રાવે એક પત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને આ કંપની સાથે કોઇ જ લેવાદેવા નથી.

ગત્ત દિવસોમાં સીબીઆઇની કલકત્તામાં થયેલી કાર્યવાહી અને ત્યાર બાદ મમતા બેનજીના¯ ધરણા બાદ પોલીસની આ કાર્યવાહીને તેની સાથે જોડીને જોવામાં આવી રહી છે. સીબીઆઇનાં પૂર્વ વચગાળાનાં નિર્દેશક નાગેશ્વર રાવને નિવેદન બહાર પાડીને એજેલા મર્ચેન્ટાઇલ કંપની સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ હોવાની વાતને ફગાવી હતી. રાવે પોતાની સ્પષ્ટતામાં 2010થી અત્યાર સુધીનાં વર્ષોનાં ઘટનાક્રમની સ્પષ્ટતા કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એજેલા મર્ચેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ એક બિન બેંકિંગ નાણાકંપની છે. કહેવામાં આવે છે કે તેને 1994માં ચાલુ કરવામાં આવ્યો હતો. શશિ અગ્રવાલ, પ્રતીક અગ્રવાલ, પ્રવીણ અગ્રવાલ અને સુનીલ કુમાર અગ્રવાલ આ કંપનીનાં નિર્દેશક છે. નાગેશ્વર રાવે એક વાતચીતમાં કહ્યું કે, આ પ્રકારનાં જે દરોડા પાડવામાં આવ્યા છે, તે માત્ર એક પ્રાેપેગેંડા છે. તેમણે આ કંપની સાથે કોઇ પણ પ્રકારનાં સંબંધો હોવાનો ઇન્કાર કર્યો છે.

Comments

comments

VOTING POLL