કોલસા આધારિત ગેસિફાયર ઉપયોગ પર આખરે પ્રતિબંધ

June 13, 2018 at 7:23 pm


મોરબી-વાંકાનેર પંથકોમાં ચાલતી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરનાે ઉપયોગ કરવા પર ગુજરાત હાઇકોટેૅ એક મહત્વના આદેશ મારફતે પ્રતિબંધ ફરમાવી દીધો છે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરના વપરાશ માટે સાફ ઇન્કાર કરી દીધો છે. કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગથી ફેલાતા જોખમી અને ગંભીર પ્રદૂષણને લઇ હાઇકોટેૅ ભારે ચિંતા વ્યકત કરી તેના નિવારણના હેતુસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બાેર્ડ સત્તાવાળાઆેને આ મામલે અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જારી કરેલા અગત્યના હુકમની અમલવારી માટે સ્પષ્ટ અને કડક તાકીદ પણ કરી છે. એટલું જ નહી, હાઇકોટેૅ પર્યાવરણ અને પ્રકૃતિના જતન અને રક્ષણ માટે પણ જરૂરી પગલાં લેવા જીપીસીબીને નિદેૅશ કયોૅ હતાે. હાઇકોટેૅ નવી ટેકનાેલોજીથી ચાલતાં ગેસીફાયરનાે ટ્રાયલ બેઝ પર ઉપયોગ કરવાની સ્થાનિક ઉદ્યાેગાેને છૂટ આપવા અંગે યોગ્ય નિર્ણય લેવા પણ જીપીસીબીને હુકમ કયોૅ હતાે. મોરબી-વાંકાનેર પંથકમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગના કારણે ફેલાતા પ્રદૂષણને લઇ હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અગાઉ આ જ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી થઇ હતી, જેમાં હાઇકોટેૅ જીપીસીબીને ઘણા મહત્વના નિદેૅશો કર્યા હતા. એટલું જ નહી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ મોરબી પંથકની સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરના વપરાશને લઇ તા.14-11-2017ના રોજ મહત્વનાે ચુકાદો જાહેર કરી જીપીસીબીને આવા ગેસીફાયરનાે ઉપયોગ કરતાં સિરામિક ઉદ્યાેગ અને એકમોને બંધ કરી દેવા આદેશ કયોૅ હતાે. પરંતુ તેમછતાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયરનાે ઉપયોગ હજુ ચાલુ જ રહ્યાાે છે અને જીપીસીબી સત્તાવાળાઆે દ્વારા કોઇ જ પરિણામલક્ષી પગલાં લેવાયા નથી. દરમ્યાન સરકારપક્ષ અને જીપીસીબી સત્તાવાળાઆે તરફથી સાેગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, જીપીસીબીએ એનજીટીના હુકમના પાલન અનુસંધાનમાં કસૂરવાર આૈદ્યાેિગક એકમોને નાેટિસાે ફટકારી કાર્યવાહી કરી છે. મોરબી પંથકમાં કુલ 729 એકમો છે, તેમાંથી 430 એકમો કોલસા આધારિત ગેસીફાયરનાે વપરાશ કરતા હોવાનું માલૂમ પડયું છે. તેના કારણે હવા અને જળનું પ્રદૂષણ ફેલાય છે.
જીપીસીબીએ આ મામલે કડક કાર્યવાહી કરીને તાજેતરમાં 100 એકમો બંધ કરાવ્યા હતા અને હવે 264 એકમો જ ચાલુ છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોટેૅ જણાવ્યું હતું કે, કોલસા આધારિત ગેસીફાયરનાે ઉપયોગ કરી ધમધમતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝના એકમોને લઇ ગંભીર અને જોખમી પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે, જે ખતરનાક અને ભરપાઇ થઇ શકે તેવું નથી અને તેથી જ જીપીસીબી સત્તાવાળાઆેએ આવા એકમો મારફતે હવે વધુ પ્રદૂષણ ફેલાય નહી અને સ્થાનિક વાતાવરણને નુકસાન થાય તે નહી માટે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

Comments

comments