ક્રાઇમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરીઃ છ તોલા દાગીના ભરેલો છૂપાવેલો થેલો શોધી કાઢયો

November 28, 2018 at 4:16 pm


શહેરમાં કામ અથ£ આવેલા હડાળાના મુિસ્લમ પરિવાર છ તોલાના દાગીના અને કપડાં ભરેલો થેલો રિક્ષામાં ભૂલી ગયા બાદ પોલીસે આઇ-વે પ્રાેજેકટની મદદથી રિક્ષા ચાલકને શોધી કાઢી ભૂલાયેલો થેલો પરત અપાવ્યો હતો. દાગીના ભરેલો થેલો પરત મળતાં મુિસ્લમ પરિવાર ખુશ થઇ ગયો હતો.
હડાળા ગામના વતની હુશેનશાહ હાજીશાહ ખુરેશી શહેરના મોટી ટાંકી ચોકથી પારેવડી ચોક જવા એક રિક્ષામાં બેઠા હતાં. પારેવડી ચોક ઉતરતી વખતે તેઆે પોતાના છ તોલા સોનાના દાગીના, કપડાં અને મોબાઇલ સહિતનો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતાં અને રિક્ષા નંબર પણ તેમને યાદ ન હતાં. તેઆે પોતાની ફરિયાદ માટે પોલીસ પાસે પહાેંચ્યા બનાવ અંગે પોલીસ કમિશનરને જાણ થતાં બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સાેંપવામાં આવી હતી. પી.આઇ. એચ.એમ.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી અને આઇ-વે પ્રાેજેકટની મદદથી રિક્ષાના નંબર મેળવી 50 વર્ષિય રિક્ષા ચાલક આેસમાણભાઇ ઉમરભાઇ અલાણીની પૂછપરછ કરી હતી તેમજ હુશેનશાહનો છ તોલા સોનાના દાગીના સહિતનો થેલો પરત અપાવ્યો હતો. પોતાનો તમામ મુદ્દામાલ ગણતરીની કલાકોમાં હેમખેમ મળી જતાં હુશેનશાહ ખુશીથી ઝૂમી ઉઠéા હતાં અને તેમણે મીઠાઇ વ્હેંચી હતી.

Comments

comments

VOTING POLL