ક્રિકેટમાં ભારત ‘અજેય’

March 20, 2018 at 8:19 pm


વિશ્વની કોઈ પણ દિગ્ગજ ક્રિકેટ ટીમ અને તેના કેપ્ટનની રણનીતિ જેની સામે ઉંધી વળી જાય તેવી ટીમ ઈન્ડિયા અત્યારે સફળતાના સાતમા આસમાને છે અને પરાજયને માઈલના માઈલ દૂર છોડી આવી હોય તેવી રીતે દરેક ટીમને સ્ટીમ રોલરની માફક કચડવામાં માહેર બની ચૂકી છે. જે પીચ પર ભલભલા બેટસમેન અને બોલરો વામણા પૂરવાર થઈ જાય છે તેવી સાઉથ આફ્રિકાની પીચ પર વન-ડે અને ટી-20માં ધમાકેદાર પ્રદર્શન કરી ટ્રાેફી ભારતમાં લઈ આવનાર ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા અને બાંગ્લાદેશને પણ ધૂળ ચાટતું કરી દઈ વધુ એક ઉપલિબ્ધ ભારતના નામે કરી લીધી છે. શ્રીલંકામાં સંપન્ન થયેલી નિધિહાસ ત્રિકોણીય શ્રેણીના ફાઈનલ મુકાબલામાં દિનેશ કાતિર્કે છેંી આેવરમાં બાંગ્લાદેશી બોલર અને ટીમને રીતસરનો ‘નાગીન’ ડાન્સ કરાવી મેચને પોતાની તરફે ખેંચી લીધો હતો.

હજુ તો આ ‘બી’ ગ્રેડ મતલબ કે બિનઅનુભવી ખેલાડીઆેથી ભરપૂર કહી શકાય તેવી ટીમ ઈન્ડિયા હતી આમ છતાં તેણે ‘એ’ ગ્રેડની ટીમ સમાન પ્રદર્શન કરી વિજય હાંસલ કર્યા છે. દરેક દેશમાં બિનઅનુભવી ખેલાડીઆેને તક આપવામાં આવતી હોય છે પરંતુ જેટલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઆે સફળ થઈને ઉભરી આવ્યા છે તેટલા તો કોઈ ટીમના ખેલાડીઆે પોતાની રમતમાં નિખાર લાવવામાં સફળ થયા નથી પછી ભલે તે યુઝવેન્દ્ર ચહલ હોય, કુલદીપ યાદવ હોય, શાદૂર્લ ઠાકુર હોય કે પછી વિજય શંકર હોય અથવા મેન આેફ ધ સિરીઝ બનેલો વોશિંગ્ટન સુંદર હોય દરેક ખેલાડીએ પોતાને મળેલી તકને ઝડપી લઈ ટીમ ઈન્ડિયા માટે પોતે પણ દાવેદાર છે તેવું સાબિત કરી દઈ પસંદગીકારોને મુંઝવણમાં મુકી દીધા છે.
2017-18ના કેલેન્ડર વર્ષ પર ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની ચર્ચા કરવામાં આવે તો આ વર્ષમાં ભારતે વિશ્વની દરેક દિગ્ગજ ટીમને પરાજિત કરી વિજયી વાવટો ફરકાવી દીધો છે. આ ટીમોમાં ન્યુઝીલેન્ડ, આેસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, Iગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Iગ્લેન્ડની ધરતી પર ચેિમ્પયન્સ ટ્રાેફીમાં પણ શાનદાર પ્રદર્શન કરી ફાઈનલ સુધીની સફર ખેડી હતી.
નિધિહાસ ટ્રાેફી દરમિયાન સિનિયર ખેલાડી અને કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાદિર્ક પંડયા સહિતના ખેલાડીઆેને આરામ આપવામાં આવ્યો હતો અને તેમના સ્થાને ‘યંગ બ્લડ’ મતલબ કે યુવા ખેલાડીઆેને તક આપી અજમાવવામાં આવ્યા હતા. આખું ક્રિકેટ વિશ્વ જાણે છે કે ભારત યુવા ખેલાડીઆે ઉપર જેટલો ભરોસો મુકી તેને તક આપે છે તેટલી તક અન્ય કોઈ દેશ તેના યુવા ખેલાડીને આપી શકતું નથી. જો કે યુવા ખેલાડીને અજમાવવાની તેની દરેક રણનીતિ સફળ નિવડી છે અને ભારતીય ક્રિકેટ માટે આ વાત જમાપાસું સાબિત થશે કેમ કે આગામી સમયમાં ભારતે Iગ્લેન્ડ, આેસ્ટ્રેલિયા સહિતના પ્રવાસે શ્રેણી રમવા જવાનું છે અને ત્યાં તેને ખાસ્સા એવા પડકારનો સામનો કરવાનો છે. આ ઉપરાંત 2019ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખી ભારતીય ક્રિકેટે અત્યારથી જ તૈયારી આરંભી દીધી છે તેમ કહેવામાં પણ કોઈ અતિશ્યોિક્ત નથી. ટીમ ઈન્ડિયામાં કાંડાનું કૌવત ધરાવતાં ખેલાડીઆે સ્થાન મેળવી રહ્યા છે તેનું એક કારણ ઈન્ડિયન પ્રિમીયર લીગ મતલબ કે આઈપીએલને પણ ગણી શકાય કેમ કે આ ટ્રાેફીમાં જેટલા યુવા ખેલાડીઆે છે તેઆે આઈપીએલ થકી જ ચમકમાં આવ્યા છે અને તેના કારણે જ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળેલું છે .

Comments

comments

VOTING POLL