ક્રિકેટર કપિલ દેવ પર બનનાર ફિલ્મ ’83’માં દીપિકા પાદુકોણ જોવા મળશે રણવીર સિંહની પત્નીના રોલમાં

May 15, 2019 at 11:10 am


ગોલિયો કી રાસલીલા રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ બાદ હવે દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ ફિલ્મ ’83’માં સાથે જોવા મળશે. સૂત્રોના મતે, રણવીર સિંહની આગામી ફિલ્મ ’83’માં દીપિકાને ફાઈનલ કરવામાં આવી છે.

 

’83’ ભારતે પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તેના પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા એક્ટર રણવીરની પત્નીની ભૂમિકા ભજવશે. એટલે કે કપિલ દેવની પત્ની રોમી ભાટિયા બની છે. આટલું જ નહીં રિપોર્ટ્સ પ્રમાણે, દીપિકા આ ફિલ્મના કો-પ્રોડ્યૂસર્સમાંથી એક છે.

 

સૂત્રોના મતે, ફિલ્મમાં દીપિકાનો રોલ નાનો નથી.ફિલ્મમાં તે સીન પણ છે, જ્યારે ફાઈનલમાં ભારતની એક પછી એક વિકેટ પડે છે, ત્યારે રોમી ભાટિયા સ્ટેડિયમમાંથી નીકળી જાય છે. રોમી ભાટિયા તે સમયે પરત આવે છે, જ્યારે ભારત મેચ જીતે છે. આ ઘણો જ ડ્રામેટિક સીન છે. આ સાથે જ ફિલ્મમાં કપિલ દેવ તથા રોમી ભાટિયાની લવસ્ટોરી પણ બતાવવામાં આવશે.

 

આજકાલ દીપિકા ‘છપાક’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ડિરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.

Comments

comments