ક્રિકેટ વિશ્વને આજે મળશે નવો બાદશાહ:લોર્ડસમાં વર્લ્ડકપનો ફાઇનલ મુકાબલો

July 14, 2019 at 11:39 am


આજે ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વલ્ર્ડકપની ફાઇનલ મેચ રમાશે. ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લોડર્સ મેદાન ક્રિકેટને એક નવો ચેમ્પિયન આપવા માટે તૈયાર છે. આ નવો ચેમ્પિયન ઇગ્લેન્ડ અથવા ન્યૂઝીલેન્ડમાંથી કોઇ પણ એક હોઇ શકે છે. કારણ કે અત્યાર સુધીમાં બંન્નેમાંથી એક પણ ટીમ એક પણ વખત વલ્ર્ડકપ જીતી નથી. બંન્ને ટીમો હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ઇગ્લેન્ડના ઓપનર જો ટ અને જોની બેયરસ્ટો શાનદાર ફોર્મમાં છે. ટે અત્યાર સુધીમાં ૫૪૯ રન બનાવ્યા છે.

બોલરોમાં ઝડપી બોલર ક્રિસ વોકસ અને જોફ્રા આર્ચરની આગેવાનીમાં બોલરોએ શાનદાર ફોર્મમાં છે. યજમાન હોવાના કારણે ઇગ્લેન્ડને સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદોનો મળશે. પરંતુ કીવી કોચ ગૈરી સ્ટીડ અગાઉ કહી ચૂકયા છે કે તેમની ટીમ આશ્વર્યજનક પ્રદર્શન કરી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચી છે અને તેનો આત્મવિશ્વાસ હાલમાં ટોચ પર છે. જોકે, ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી સતત નિષ્ફળ રહી છે જેને કારણે કેપ્ટન વિલિયમસન અને રોસ ટેલર પર તમામ જવાબદારી આવી જાય છે.

ઇગ્લેન્ડની ટીમ ૨૭ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. તેની આ ચોથી ફાઇનલ છે. તે અગાઉ ત્રણ વખત ફાઇનલ રમી ચૂકી છે પરંતુ એક પણ વખત જીતી નથી. જોકે, આ વખતે પરિસ્થિતિ ઇગ્લેન્ડની તરફેણમાં છે અને તેને યજમાનની ફાયદો પણ મળી શકે છે. ઇગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે.

Comments

comments