ક્રૂડમાં ઉછાળાથી માેંઘવારી વધુ ભડકશેઃ રિઝર્વ બેન્કની ચેતવણી

August 30, 2018 at 10:44 am


એક બાજુ લોકો માેંઘવારીની ચક્કીમાં બરાબરના પીસાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ રિઝર્વ બેન્કે એવી આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે માેંઘવારી વધુ ફુંફાડો મારશે. આરબીઆઈએ જારી કરેલા 2017-18ના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ આેઈલની કિંમતોમાં ઉછાળો અને તેલ બજારમાં માગ અને પૂરવઠામાં થઈ રહેલા ફેરફારનો પ્રભાવ દેશના વેપાર ઉપર પડશે.

આરબીઆઈએ સરકારને માેંઘવારીના મોરચે ચેતવણી આપતાં કહ્યું કે આવનારા દિવસોમાં માેંઘવારી વધુ ઉપર જવાની આશંકા છે અને તેના માટે તૈયારી તથા સાવધાની બન્નેની જરૂરિયાત છે. તેણે માેંઘવારી પર કાબૂ મેળવવા માટે તત્કાલ પગલાં ઉઠાવવાની સલાહ આપતાં કહ્યું કે વર્તમાનમાં દેશનું વ્યાપાર નુકસાન પાંચ વર્ષના ઉચ્ચત્તમ સ્તરે પહાેંચીને 18 અબજ ડોલર થઈ ગયું છે. આ પ્રકારે ગત જૂલાઈમાં જથ્થાબંધ માેંઘવારીનો આંક વધીને 5.09 ટકાએ પહાેંચી ગયો હતો જ્યારે શાકભાજી-ફળની કિંમતોમાં વધારો થયો નહોતો. વર્ષ 2017ના જૂલાઈમાં આ દર માત્ર 1.88 ટકા પર હતો. જથ્થાબંધ માેંઘવારી દર પણ 2017ના મધ્યથી સતત વધી રહી છે.

આરબીઆઈના નોટબંધી બાદ પરત આવેલી નોટ અંગેના રિપોર્ટ બાદ સરકારે કહ્યું કે નવેમ્બર-2016માં કરાયેલી નોટબંધીનું લક્ષ્ય ઘણે અંશે હાંસલ થયું છે અને તેનાથી મદદ મળશે.

આર્થિક મામલાના સચિવ એસ.સી.ગર્ગે કહ્યું કે નોટબંધીથી કાળા ધન ઉપર અંકુશ, આતંકીઆેને નાણાકીય પોષણ, નકલી નોટને સમાપ્ત કરવા જેવા હેતુ સાર્થક થશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે દેશમાં હવે ક્યાંય પણ રોકડની સમસ્યા નથી. જો કે આરબીઆઈના આંકડાને લઈને વિપક્ષે સરકારે કઠેડામાં ઉભી રાખી દીધી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે નોટબંધીથી લોકો બહુ જ પ્રભાવિત થયા છે પરંતુ નોટબંધીથી હાંસલ શું થયું ં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે કાળું નાણું ક્યાં ગયું ં

Comments

comments

VOTING POLL