ખંભાળિયામાં આઇપીએલની ગુગલીમાં અનેક પ્રતિષ્ઠિત વેપારીઓ બોલ્ડ થતા ત્રણેક કરોડનું ધોવાણ: વ્યાપક ચચર્િ

April 15, 2019 at 11:33 am


નોટબંધી,જીએસટીનો કમ્મર તોડ કાયદો,મોંધવારીનો માર અને કારમી મંદી વચ્ચે અબજો રૂપીયાની સૌદાબાજી સાથે શરૂ થયેલી આઈપીએલ ક્રિકેટ લીગનો ફિવર સમગ્ર દેશ-વિદેશમા છવાયો છે. જેને લઈને સટૃા બજાર પણ ફુલ ફોર્મમા ચાલી રહયું છે. દરરોજના કરોડોની હારજીતમા અનેક નાના-મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ ગણતરીના કલાકોમા જ રોડપતિ થઈ ગયાના કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે.
ખંભાળિયામા મળતી રાત્રી ઓટલા પરિષ્ાદો અને ચોરાની ચર્ચાઓ માથી મળતી વિગતો મુજબ આઈપીએલ સિઝનમા બેટીંગ-બોલીંગ અને મેચ હારજીતનો જબરો સટૃો રમતા શહેરના પાંચેક પ્રતિષ્ઠિત વેપારીઓ તથા વેપારી પુત્રો અંદાજીત બે થી ત્રણ કરોડ રૂપીયામા ઉઠી જવાની વાતનો વંટોળ આખાયે ગામમા ફેલાયો છે. આઈપીએલ શરૂ થવાની ગણતરી પૂર્વે જ રાતોરાત કરોડપતી થઈ જવા માટેના વૈભવી સપનાઓ જોતા બે થી ચાર દિવસમા જ કરોડો રૂપીયાની હારી જતા કેટલાક લોકોની હવે ઉંઘ જ હરામ થઈ ગઈ છે.
આઈપીએલની ચસ્કા ચટાકા જેવી ધીમે પડતી ગુગલીએ આ પાંચેય વેપારીઓને કિલન બોલ્ડ કરી દેતા હવે સ્ટેડીયમમા બેસવા જેવી હાલત પણ રહી નથી. પાંચેય વેપારી પૈકીના કોઈક એક ખોખું આખું તો કોઈક 10,1પ કે રપ ,40 લાખ એમ કુલ મળી બે થી ત્રણ કરોડો રૂપીયાનું ધોવાણ થઈ જતાં તાત્કાલી વૈભવી કારોનું વેંચાણ શરૂ કરી દેવામા આવ્યું છે. જે પછી હાથ લાગ્યું વહેંચી બુકીઓને ચૂક્વણા કરવામા આવ્ય્ાા છે. આ ઉપરાંત શહેરના ફાયનાન્સરો પાસેથી પણ મસ-મોટા વ્યાજે રૂપીયા ઉપાડી ખેલ પૂરો કરી રહયા છે. ત્યારે આવતા દિવસોમા તોતીંગ વ્ય્ાાજના વિષ્ાચક્રમા પણ ફસાવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. જો કે કરોડો હારી જનાર પાંચેય પૈકીના બે થી ત્રણ વ્યક્તીઓ કાયમી મેચ, શેર બજાર અને નત નવા જૂગારના બાજીગર છે.
આથી તેમની હાલત તો મેચના બેટ્રસમેન જેવી છે વિકેટ પડે ત્યારે પેવેલીયન અને જામી જાય તો પીચ ઉપર ચોકકા-છગ્ગા પરંતુ અન્ય બે વ્યક્તીઓ માટે કપરા ચઢાણ થાય તો નવાઈ કહી શકાય તેમ છે. હાલતો આ પાર્ટીઓ લાખો-કરોડોના ફૂલેકા પર ચડી છે. ત્યારે આવતા દિવસોમા અન્ય કોઈને ચકલી ફૂલેકે ચડાવે છે કે કેમ તે જોવાનું રહયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના નામાંક્તિ ગણાતા બુકી દ્વારા શહેર અને શહેરથી દૂર ફલેટ, મકાનોમા ક્રિકેટના ગેરકાયદેસર ડબ્બાઓ ચલાવવામા આવી રહયા છે જેની ચચર્એિ જોર પકડયુ છે. આ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો ખુલવાની શકયતા રહેલી છે.

Comments

comments