ખંભાળિયામાં લારી-પથારાધારકોનું ત્રાસદાયક નિર્ભય દબાણ,પાેલીસ-નગરપાલિકાની ધાક ઉપરછલ્લી…!!!

May 25, 2018 at 11:28 am


Spread the love

ખંભાળિયાની મુખ્ય બજારો અને જાહેર માગાેૅ પર લારી,ગલ્લાઆે અને પાથરણા વાળાઆેના રીતસરના દબાણથી શહેરની વકરતી ટ્રાફિક સમસ્યા હવે ટ્રાફિક ઝોન બની રહી છે. એમ છતાં પાેલીસ-પાલિકા દ્વારા ઠાેંસ કાર્યવાહી કરવામાં ન આવતા લારી,પથારા ધારકો જાણે નિર્ભય બની જાહેર માગાેૅ પર દબાણ કરતા જોવા મળી રહયા છે.

ખંભાળિયાની મુખ્ય બજાર હોય કે જાહેર માગૅ કોઈ પણ જગ્યાએ લારી,પથારા,કેબીનાે મુકી પાેતાનાે રોજગાર શરૂ કરી દેવામાં આવે છે. શહેરમાં આવું જોવા જાઈએ તાે મોટો આંકડો આ રીતે દબાણ કતાૅઆેનાે સામે આવે તેમ છે. સવારમાં હજુ તાે બજારનાે ધમધમાટ શરૂ થાય તે પહેલા શહેરના રાજડા રોડ,સતવારા ચોરા,નગર ગેઈટ થી ભાટીયા બાલ મંદિર,ચાર રસ્તા,સલાયા ફાટક,સ્ટેશન રોડ,જોધપુર ગેઈટ, જોધપુર ગેઈટથી દેના બેંક,બેઠક રોડ સહિતના જાહેર માગાેૅ પર જુદા-જુદા રેકડી ધારકો,પથારા વાળાઆે,કેબીન ધારકો રસ્તાની બંન્ને સાઈડ દબાણ કરી ઉભી જતાં રોજ-બેરોજ વધતા વાહનાેથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે. એક બાજુ વાહન ચાલકોનું આડેધડ પાકિુOગ અને બીજી બાજુ જાહેર માગાેૅ પર દબાણ હોવાથી શહેરની ટ્રાફિક સમસ્યા જાણે ટ્રાફિક જોનમાં ફેરવાઈ ગઈ હોય તેમ દિન પ્રતિદિન જોવા મળે છે. પાેલીસ અને પાલિકા દ્વારા આ અંગે સયુંકત કામગીરી હાથ ધરે તાે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. પરંતુ અહીં દબાણ કતાૅ લારી-પથારા ધારકો સામે માત્ર પાેલીસ દ્વારા દંડનિય કાર્યવાહી કરવામાં આવતી હોવાથી દંડની રકમ ભરી બે-ત્રણ દિવસ માટે અદ્રશ્ય થયેલા રેંકડી ધારકો ફરથી ઘર કરતા નજરે જોવા મળે છે. ખાસ કરીને રાજડા રોડ,મુખ્ય બજારમાં દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઆે પસાર થાય છે. તે અતી સાંકડા રસ્તાઆે પર રેંકડી ધારકો અડીંગાે જમાવી બેસતા મોટી ટ્રાફિક સમસ્યા સજાૅતા રાહદારીઆેને ચાલીને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આવી શહેરની દબાણભરી ગંભીર િસ્થતીને હલ કરવા માટે માત્ર દંડનિય કાર્યવાહી જ નહીં કડક ઠાેંસ કાર્યવાહીની આવશ્યકતા છે. ત્યારે પાેલીસ તેમની કામગીરી બતાવવા માટે બે-ચાર રેંકડી ધારકોને દંડ ફટકારી કેશ નાેંધવામાં આવે છે ત્યારે પાલિકાને તાે આ કામગીરીમાં જાણે રસ જ ના હોય તેમ કાર્યવાહી કરવામાં ન આવતા સામે આવેલ છે.

શહેરના બુધ્ધીજીવીઆેના મુખે ચર્ચાતી વાત મુજબ શહેરના દરબાર ગઢમાં વષોૅજુના અિંડગાે જમાવી બેઠેલા રેંકડી ધારકોના દબાણને પાેલીસ-તંત્ર દુર કરાવી શકાતું હોય તાે શહેરની આ િસ્થતીને ગણતરીના દિવસાેમાં જ ચોકકસ પણે હલ કરી શકે છે. પરંતુ ઈચ્છા શકિત જરૂરી છે. ત્યારે જોવાનું રહયું કે નાકે દમ આવેલી ટ્રાફિક િસ્થતીને સુધારવા પાલિકા વધુ રસ દાખવે છે કે પાેલીસ તે આવનાર સમયમાં જ જોવાનું રહયું.