ખંભાળિયામાં શિવ મહાપુરાણ કથામાં ‘દિકરી વ્હાલનાે દરીયો’ નાટક રજૂ કરાયુંઃ શ્રાેતાઆેની આંખે અશ્રુ વહયા

May 24, 2018 at 11:32 am


Spread the love

ખંભાળિયા નકુમ પરિવાર આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં ગત રાત્રીના દિકરી વ્હાલનાે દરીયો નાટક રજૂ કરવામાં આવ્યું હતું નાટકમાં દિકરીના મહત્વ વિશે અને દિકરીના જુદા જુદા પ્રસંગાે રજૂ કરવામાં આવતા ઉપિસ્થત શ્રાેતાઆેની આંખે અશ્રુઆે વહયા હતા.

ખંભાળિયા જુની સતવારા જ્ઞાતિની વાડી ખાતે સ્વ.વશરામભાઈ જીવાભાઈ નકુમ તથા સ્વ.નરેન્દ્રભાઈ વશરામભાઈ નકુમ તેમજ પિતૃઆેના મોક્ષાથેૅ ગત તા.ર0 થી શરૂ થયેલ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞના ચોથા દિવસે સાંજે શિવ વિવાહના પ્રસંગ બાદ રાત્રીના જામજોધપુરનું દુગેૅશભાઈ પાઠક સંચાલિત દિકરી વ્હાલનાે દરીયો નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં દિકરીના જન્મ થી લઈ દિકરી અંતિમ શ્વાસ સુધીના પ્રસંગાે રજૂ કરવામાં આવ્યા હતા. સાથે મા-બાપ માટે આજના સમયમાં દિકરીઆે બાેજ હોય છે. પરંતુ દિકરીઆે બાેજ નહીં લક્ષ્મીનાે અવતાર છે. ?ી ભૃણ હત્યા અને દિકરીનું દુનિયામાં મહત્વ શું છે તે વિશે એક સંદેશ પણ નાટકના માધ્યમથી આપવામાં આવ્યો હતાે. નાટકમાં દિકરીના કરૂણ પ્રસંગાે રજૂ થતાં મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉપિસ્થત શ્રાેતાઆેના આંખે અશ્રુઆે વહયા હતા. માત્ર મહિલોની આંખે જ નહી મર્દ મુછાળા પુરૂષોને પણ બે ઘડી માટે આંખે અશ્રુઆેનાે સાગર ઘુઘવ્યો હતાે.આ સાથે સમગ્ર વાતાવરણ ભાવવિભોર થયું હતું. આગામી તા.ર8 ના રોજ પુણાૅહુતિ પામનાર કથામાં આવતી કાલે તા.રપના ખંભાળિયાના પ્રખ્યાત ગાયત્રી ગરબા મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવેલ છે. કથા શ્રવણમાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહયા છે.