ખંભાળિયા ઃ માંજા ગામે સામાન્ય બાબતે યુવાનને ધોકાવડે માર મારતા પાેલીસમાં રાવ

May 24, 2018 at 11:33 am


Spread the love

ખંભાળિયાના માંંજા ગામે રહેતા જગાભાઈ ભીમાભાઈ બાંભવા પાેતાનું મોટર સાઈકલ લઈ ગામની સિમમાં થી પસાર થઈ રહયા હતા તે સમયે સામેથી કવાલીસ કાર લઈ ને આવતા જીવા કરશન બાંભવા રહે.ગાયત્રી નગર ખંભાળિયાએ પાેતાની કાર ઉભી રાખી ફરીયાદીને જણાવેલ કે મારા ભાઈના દિકરાએ અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા છે તાે તું કેમ વચ્ચે સમજાવવા આવે છે કહી ઝપાઝપી કરી ધોકાવડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીએ ખંભાળિયા પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવેલ છે.