ખંભાળિયા આર.ટી.આે. કચેરી દ્વારા વાહનચાલકોને આર.સી. બુક મેળવવા માટે ખાસ ઝુંબેશનું આયોજન

May 24, 2018 at 11:22 am


Spread the love

ખંભાળિયા ખાતે આવેલ સહાયક પ્રાદેશિક વાહનાેની કચેરી (આરટીઆે)ખાતે રજીસ્ટ્રેડ થયેલા વાહનાેની બાકી આરસી બુક વાહન ચાલકોએ મેળવી લેવા માટે આગામી તા.ર6 ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા ખાતે આવેલી આરટીઆે કચેરી દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલા વાહનાેની આર સી બુક અત્રેની કચેરી ખાતે પરત થયેલ હોવાથી તમામ વાહન માલિકોને તેમની આર સી બુક સમયનુંસાર પરત મળી રહે માટે ખાસ પ્રકારે તા.ર6 ના રોજ ઝુંબેશ અત્રેની કચેરી ખાતે રાખવામાં આવેલ છે. પરત થયેલી આર સી બુકની વિગતાેનું લીસ્ટ આરટીઆે ગવમેન્ટ આેફ ગુજરાતની વેબસાઈટ તેમજ કચેરીના નાેટીશ બાેર્ડ ઉપર પણ મુકવામાં આવેલ છે. જે મુજબ વાહન ચાલકોને આર સી બુક પરત કરવામાં આવશે આથી જે વાહનાે ચાલકોને લાંબા સમયથી આર સી બુક મળી ન હોય તે વાહન માલિકોએ આેળખાણના ફોટા વાડી આઈ.ડી.પ્રુફ રજુ કરવાનું રહેશે. જે રજુ કયેૅ તેઆેની ખરાઈ બાદ આર સી બુક આપવામાં આવશે. જેથી દ્વારકા જિલ્લાના વાહન માલિકો દ્વારા ખાસ ઝુંબેશમાં પાેતાની આરસી બુક મેળવી લ્યે માટે જિલ્લા એઆરટીઆે સી.આઈ.મહેરાએ અખબારી યાદીમાં જણાવેલ છે.