ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામે સમગ્ર દેશમાં મોડેલ ગામ તરીકે ગૌરવ મેળવ્યું

August 7, 2018 at 10:37 am


તાજેતરમાં નવી દિલ્હી મુકામે સેન્ટ્રલ ગવર્મેન્ટ વિજ્ઞાન ભવન ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ શ્રી વેક¦યાનાયડુ તથા અનેક રાજ્યના મંત્રીઆે તથા વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના પદાધિકારીઆેની હાજરી માં ગ્રામ્ય ભારતના નવ નિમાર્ણ તથા તેમના વિકાસને નવી દિશા આપવા તેમજ તેમના વિકાસ વૈભવને મૂર્ત સ્વરુપ આપનારા અનેક વિધ કેટેગરી ના શ્રેષ્ઠ વ્યિક્તઆેને સન્માનિત કરવાનો કાર્યક્રમ 16 જુલાઈ 2018ના રોજ યોજવામાં આવ્યો હતો. જેમા સમગ્ર દેશમાંથી 29 જેટલા મોડેલ ગામડા પસંદ કરેલ હતા જેમા દેવભુમી દ્વારકા જિલ્લા નું ખંભાળિયા તાલુકા નું કેશોદ ગામને ગુજરાત રાજ્યના ગૌરવવતા મોડેલ ગામ તરીકે પસંદ કરવામાં આવેલું હતું. આદર્શ ગામ બનાવવાની તક અને દિલ્હી ના દરબાર માં કેશોદ ગામને ગુંજતુ કરવાનુ શ્રેય ગામના યુવા અને ઉત્સાહી સરપંચ શ્રીમતિ રંજનબેન કશ્યપભાઈ ડેર તથા તેમની સમગ્ર ટીમ અને ગામના તમામ લોકોને જાય છે. ગ્રાઉન્ડ લેવલ થી તમામ ફેરફાર કરી ને ખુબ જ ટુંકા સમય માં અનહદ પુરુષાથર્ અને અથાર્ક પ્રયત્ન કરી ગામનો ઝળહળતો વિકાસ કરેલ છે.

Comments

comments