ખંભાળિયા: દૈનિક 1 હજાર કિ.ગ્રા.થી વધુ ઠલવાતા ઘી ની હરરાજી બે દિવસથી બંધ: વ્યાપક ચર્ચા

May 23, 2018 at 10:12 am


ખંભાળિયામાં દરરોજ 1 હજાર કિ.ગ્રા.થી વધુ ઠલવાતા ઘી ની દરરોજ થતી હરરાજી છેલ્લા બે દિવસથી બંધર રહેતા વેપારીઆેમાં વ્યાપક ચર્ચા જાગી છે.તાે બીજી બાજુ વોકઆઉટ કરેલા વેપારીઆે અને દલાલોમાં રાજીપાે પણ જોવા મળેલ છે.એક મહિનાથી વેપારીઆેના આંતર વિગ્રહને કારણે અખબારે ચડેલા ઘી બજારની ખાનગી ચર્ચાએ હવે જોર પકડયું છે.

ખંભાળિયાના વખાણવા લાયક સુવિખ્યાત ઘી બજાર અને વેપારીઆેને અધિકમાસ નડયો હોય તેમ હાલની પરિિસ્થતી જોતા લાગી રહયું છે. દરરોજ સવાર થી બપાેર સુધી કરવામાં આવતી બે થી ત્રણ હરરાજી પૈકીની એક પણ હરરાજી છેલ્લા બે દિવસથી કરવામાં ન આવતા વેપારીઆેની દુકાનાેમાં ઘી ભરેલા ઠામ જોવા મળ્યા હતા. ખેડૂતાે માલધારીઆેને ફરજીયાત પણે છેલ્લે બંધ હરરાજીના રૂા.300 સુધીના ભાવે ઘી આપવાની ફરજ પડી હતી.તાે કેટલાક વેપારીઆેએ બંધ હરરાજીનાે પશુપાલકો અને ખેડૂતાેને ભાવ કાપવામાં ભરપુર ફાયદો ઉઠાવ્યો હતાે. તાે બીજી બાજુ મનઘડત એસાેશીએસનમાંથી વોકઆઉટ કરવામાં આવેલા વેપારીઆે અને દલાલોમાં રાજીપાે જોવા મળ્યો હતાે.તાે કયાંક કેટલાક સમયથી નિયમોનુંસાર કરવામાં આવતી હરરાજીના બદલે દબાણપુર્વક મનઘડત નિયમોથી અન્ય પેઢીઆેની જગ્યાએથી હરરાજી કરવામાં આવી રહી હોવાનાે રોષ પણ અંદરો-અંદર વેપારીઆેમાં જોવા મળ્યો હતાે. જેને લઈ કેટલાક વેપારીઆે,દલાલો દ્વારા હવે મનઘડત નિર્ણયો નહીં ચલાવી લેવાઈ તેમ પણ ખાનગી ચર્ચાઆેની ગૂફતેગુએ જોર પકડયું છે. શહેરમાં ર0 થી રર જેટલા ઘીના વેપારીઆે,દલાલો,કમીશન એજન્ટ છે જે પૈકીના માત્ર એક જ ખોજા જ્ઞાતિના ઘી ની વેપારી શહેરની મુખ્ય સાેની બજારમાં આવેલ છે જેને છેલ્લા ર6 વર્ષથી મનઘડત ઘી એસાેશીએસનના સÇયોએ હરરાજીમાંથી વોક આઉટ કરેલ હોવાથી આજદીન સુધી તેમની દુકાને કે હરરાજીમાં પ્રવેશ પર પાબંદી મુકી દેવામાં આવેલ છે. વધુમાં વ્હાલા દવલાની અને જ્ઞાતિવાદની નિતી પણ અહીં જોવા મળી છે. ત્યારે હજુ કેટલાક દિવસ સુધી આતંક વધતા આંતર કલેશના કારણે ઘી ની હરરાજી ઠપ્પ રહે છે તે જોવાનું રહયું. શહેરનું ઘી માકેૅટ અખબારે ચડતા કેટલાક ભેળસેળીયા વેપારીઆે,તાવળા વાળા દલાલો સહિતનાઆે ઉપર પણ િંચંતાના વાદળો ગાેરંભવાનું શરૂ થયું છે.

હરરાજી બંધ હોવાથી ખેડૂતાે-માલધારીઆેનાે ફાયદો ઉઠાવતા વેપારીઆે

સતત બે દિવસથી બંધ રહેલી ઘી ની હરરાજીથી ગ્રામ્ય વિસ્તારમાં આવતા ખેડૂતાેને ફરજીયાત પણે વેપારીઆેને નિચા ભાવે ઘી આપવું પડી રહયું છે. બે થી પાંચ કિ.ગ્રા.ઘી સાથે આવતા ખેડૂતાે અને માલધારીઆેને ધકકો ફરીથી ના ખાવો પડે તે ખેડૂતાે ના છુટકે વેપારીઆેને ઘી આપવા માટે જવું પડે છે. આથી વેપારીઆે તળીયાના ભાવે ઘી ખરીદી કરી ખેડૂતાેને બંધ હરરાજીના ભાવ આપવામાં આવે છે.

આ જોતા બંધ હરરાજીના પગલે ખેડૂતાે-માલધારીઆેને ઘી ના વેપારીઆે લુંટી રહયા હોવાનું સ્પ»ટ પણે જણાય છે. ત્યારે ખેડૂતાે પણ હરરાજીમાં સારો ભાવ ના મળે ત્યાં સુધી ઘી નું વહેંચાણ ન કરે તાે ચોકકસ પણે ઉંચો ભાવ મળી રહેવાની શકયતાઆે સેવાઈ રહી છે.

Comments

comments

VOTING POLL