ખંભાળિયા સિવીલમાં ઈએનટી સર્જનનું મશીન ખોવાયું ને આરોગ્ય વિભાગની ટીમ ગાેતવા આવી…!!!

May 10, 2018 at 11:01 am


ખંભાળિયા સિવીલમાં મંગળવારના રોજ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ અચાનક ત્રાટકતા હોસ્પીટલમાં દોડધામ મચી જવા પામી હતી.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સિવીલના ઈએનટી સર્જનનું આેપરેશન સમયે જરૂરી મશીન ગુમ થઈ જતાં લેડી સર્જને આરોગ્ય વિભાગ ગાંધીનગરને લેખીત ફરીયાદ કરતા ટીમ દોડી આવી હોવાનું પ્રકાશમાં સામે આવેલ છે.

છેલ્લા કેટલાક સમયથી ખંભાળિયાની સિવીલમાં અનેક મહત્વ પુર્ણ સુધારાઆે સાથે સુવ્યવસ્થીત સિવીલની કાર્ય પધ્ધતી ચાલી રહી છે ત્યારે અચાનક જ સિવીલમાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમનું ચેકીંગ આવતા ખુદ હોસ્પીટલના સતાધિશો પણ આùર્યમાં મુકાયા હતા.આ અંગે આરોગ્ય વિભાગની ટીમમાં અમદાવાદ સાેલાના ડો.ભાવસાર સહિત જુદા-જુદા ફામાૅસીસની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસનાે મુખ્ય વિષય જાણવા મળતા સિવીલના ઈએનટી (કાન,નાક,ગળા)ના મહિલા સર્જનની કસ્ટડીમાં રહેતું અને સિવીલ દ્વારા જ વર્ષ ર01પમાં રોગી કલ્યાણ સમિતી હસ્તક લેવામાં આવેલ રૂા.30,000ની કિંમતનું એન્ડોસ્ફેર નામનું મશીન સર્જનની કસ્ટડીમાંથી ગુમ થઈ જતાં આ અંગેની જાણ સિવીલ સુપ્રિટેન્ડેટ તેેમજ ગાંધીનગર આરોગ્ય વિભાગને ખાનગી રીતે લેખીત ફરીયાદ કરતા તપાસ અથેૅ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ આવેલ હતી. મહિલા સર્જને આેપરેશન રૂમમાંથી મશીન ઉઠાવી ગયાનાે આક્ષેપ કરી સીસીટીવી ચેક કરવા પણ જણાવ્યું હતું. ચેકીંગ ટીમ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા કશું જ હાથ લાગ્યું નહતું. આથી વધુ તપાસ માટે તમામના નિવેદનાે લેવામાં આવ્યા હતા હાલ તપાસનાે વિષય હજુ અણ ઉકેલ રહેતા વિઝીટ દરમ્યાન મેળવેલ માહિતી પરથી કરવામાં આવનાર રિપાેર્ટમાં જાણવા મળશે કે કેમ તે જોવાનું રહયું વધુમાં હોસ્પીટલની વિઝીટ લેવામાં આવી હોવાનું જાણવા મળેલ હતું.

ઈએનટી મહિલા સર્જને કાંઈ કહેવાનાે ઈન્કાર કયોૅ

મશીન ખોવાયાના ફરીયાદી અને સિવીલના ઈએનટી મહિલા સર્જનને પાેતે ફરીયાદી હોવાથી કરવામાં આવેલ ફરીયાદ અંગેની વિગત માટે ફોન કરવામાં આવતા તેમણે આરોગ્ય વિભાગની ટીમને નિવેદનમાં સમગ્ર હકીકત જણાવી દીધેલી છે.સિક્રેટ મેટર હોવાથી આ બાબતે મારી મિડીયાને કાંઈ કહેવાનું થતું નથી તેમ જણાવ્યું હતું.જો કે સમગ્ર મેટર ખુલ્લી પડી ગયેલી હોવાથી હવે સિક્રેટ હોવાની બાબત નકારી શકાય તેમ છે.

Comments

comments

VOTING POLL