ખંભાળીયામાં તમંચા સાથે એક શખ્સ પકડાયો

April 19, 2019 at 10:47 am


ખંભાળીયા સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સને ટાઉન વિસ્તારમાંથી દેશી તમંચો અને બે જીવતા કાર્ટીસ સાથે પોલીસે પકડી લીધો હતો, પકડાયેલા શખ્સની હથિયાર બાબતે પુછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિક્ષક રોહન આનંદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સુચના અને માર્ગદર્શન મુજબ આગામી લોકસભા સામાન્ય ચુંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગેરકાયદે હથીયારો અંગેની અસરકાર કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે ખંભાળીયા પો.સ્ટે. સ્ટાફના માણસો સાથે ખંભાળીયા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મળેલ બાતમી આધારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર નરશી ભવન નજીક અબકર ઉર્ફે હકો અલીમામદભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉ.વ.25) રે. રેલ્વે સ્ટેશન રોડ એલઆઇસી ઓફીસ પાછળ ખંભાળીયાવાળાને એક દેશી તમંચો (અગ્નીશસ્ત્ર) કી. 5000 તથા બે જીવતા કાર્ટીસ કી. 200 સાથે પકડી આર્મ્સ એકટ કલમ 25(1-બી)એ મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. આ કાર્યવાહી ખંભાળીયા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજા, પો.હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ, માલદેભાઇ, પો.કો. ડાડુભાઇ, વિરેન્દ્રસિંહ, હોમદેવસિંહ, જીતુભાઇ, નવલદાન વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments