ખંભાળીયામાં 3 ચોરી તથા 8 ચિલઝડપના મુદામાલ સાથે ચાર શખ્સ પકડાયા

August 22, 2018 at 1:35 pm


દ્વારકા જિલ્લામાં ખંભાળીયા, દ્વારકા, જામનગર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી કરેલી બે ઘરફોડ, એક મંદિર ચોરી તેમજ આઠ ચિલઝડપના 1.75 લાખના મુદામાલ સાથે ચાર શખ્સોને દ્વારકા એસઆેજીની ટુકડી દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ખંભાળીયા પોલીસ સ્ટે.ના ગુન્હા નં. 127/2017 ઇપીકો કલમ 454, 457,380ના કામના આરોપી તથા તેની સાથેના બીજા ચોર ઇસમો હાલ જામખંભાળીયામાં દરબારગઢ પાસે શાક માર્કેટ ચોકમાં ભેગા થયેલ છે જેથી મળેલ બાતમી જગ્યાએ આવતા જામખંભાળીયા શાક માર્કેટ ચોકમાં દરબારગઢ આવેલ અલ દાતારપીરની દરગાહ આગળ ચારેક વ્યકિતઆે કુંડાળુ વાળીને ઉભા હોય અને અંદરો અંદર ચર્ચા કરતા હોય આથી ત્યાં પોલીસે જઇ પંચ રૂબરૂ અકરમ ઉર્ફે અકકી અકકો અકુળો અલીમામદ નુરમામદ બ્લોચ-મકરાણી (ઉ.વ.26) રે. જામખંભાળીયા સ્ટેશન રોડ એલઆઇસીની આેફીસની બાજુમા દ્વારકા, કૈલાશનાથ ઉર્ફે કાયલો ખીમનાથ રામનાથ કંથરાઇ-બાવાજી (ઉ.વ.25) રે. જામખંભાળીયા બસ સ્ટેશન રોડ વૃંદાવન નર્સરીની બાજુમાં, રાજકુમાર ઉર્ફે રાજ, રાજુ, રાજીયો નરોતમ રામજી નકુમ (ઉ.વ.23) રે. જામખંભાળીયા રેલ્વે સ્ટેશન રોડ એલઆઇસી આેફીસ સામે, હબીબ ઉર્ફે હબલો ઉમર જીવા-પઠાણ (ઉ.વ.22)ને અલગ અલગ ઘરફોડ ચોરી, મંદિર ચોરી, ચિલઝડપ-7ના મુદામાલ કિ. 1.75 લાખ સાથે પકડી પાડી સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે લઇ આરોપીને સીઆરપીસી 41(1) ડી મુજબ અટક કરી આગળની તપાસ માટે જામખંભાળીયા પોલીસ સ્ટેશનને સાેંપી આપેલ છે.દ્વારકા એસપી રોહન આનંદની સુચનાથી એસઆેજી પીઆઇ કે.જી. ઝાલા, પીએસઆઇ ડી.બી. ગોહીલ તથા એ.ડી. પરમાર, મહમદભાઇ, દેવશીભાઇ, હરપાલસિંહ, ઇરફાનભાઇ, નાગડાભાઇ, જેસલસિંહ, મહાવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ, સુરેશભાઇ વિગેરે સ્ટાફની અલગ અલગ ટીમ બનાવીને એટીએસ તરફથી રાખવામાં આવેલ એનડીપીએસ અંગેની ડ્રાઇવ સબબ ખંભાળીયા ટાઉન વિસ્તારમાં પેટ્રાેલીગમાં હતા ત્યારે સંયુકત રીતે ખાનગી રાહે મળેલી હકીકતના આધારે ઉપરોકત કાર્યવાહી કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL