ખંભાળીયા ખાતે બેટી બચાવો,બેટી પઢાવોના સંકલ્પ સાથે આંતર રાષ્ટ્રીય મહિલા દિન તથા મહિલા સંમેલનની ઉજવણી

March 12, 2018 at 10:47 am


જયાં નારીઆેનું પુજન થાય છે ત્યાં હંમેશા દેવતાઆે વાસ કરે છે. 8મી માર્ચ આંતરરાષ્ટ્રી ય મહિલા દિનની ઉજવણીના ભાગરુપે ખંભાળીયા ખાતે મહિલા દિનની ઉજવણી તથા મહિલા સંમેલન ગુજરાત ગ્રામઉદ્યાેગ નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાના અધ્યતક્ષ સ્થાનને ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડા ખાતે યોજાયું હતું. ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાએ જણાવ્યું કે 8 માર્ચ, આંતરરાષ્ટ્રી ય મહિલા દિવસની ઉજવણીના ભાગરુપે રાજય સરકારે વિશિષ્ટા પ્રકારે ઉજવવાનું નકકી કર્યું છે. 7 માર્ચ રાતના 12 વાગ્યાણથી 8મી માર્ચ રાતના 12 વાગ્યાટ સુધી જન્મે લ દિકરીઆેને નન્હી પરી અવતરણ યોજના હેઠળ ચાંદીનો સીકકો અને કીટ આપી સન્માાનિત કરવામાં આવી હતી. તમેણે ગુજરાત સરકાર દ્વારા મહિલાઆે માટે અનેક કલ્યાવણકારી યોજનાઆે ચાલી રહી છે. 2001 થી મહિલા અને બાળ વિભાગ અમલમાં આવ્યોહ ત્યાનરથી આ વિભાગને બજેટમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ચાલુ સાલે 3 હજાર કરોડ ઉપરાંતની રકમ ફાળવવામાં આવી છે તેમ જણાવી રાજય તથા કેન્દ્રક સરકાર દ્વારા અમલી મહિલા લક્ષી યોજનાઆેની વિસ્તૃકત માહિતી આપી હતી.

જિલ્લાર ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડાએ કહયું કે મહિલાઆેના વિકાસ માટે રાજય સરકાર તથા કેન્દ્રા સરકાર દ્વારા અનેકવિધ યોજનાઆે અમલમાં મુકી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રંભાઇ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો યોજના અમલમાં મુકી છે જે ખુબ જ પ્રસંશનીય છે. આ તકે ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઇ નંદાણીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુંર કે રાજય સરકાર બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ લઇને આવતી હોય તો આપણી પણ ફરજ છે એમાં સહકાર આપવાની. તેમણે કહયું કે દિકરી તો તુલસીનો કયારો છે, દિકરા-દિકરીનો ભેદ ભુલી એક સમાન ગણવા અપીલ કરી હતી.

કાર્યક્રમની શરુઆતમાં કોલવા તાલુકા શાળાની વિદ્યાથ}નીઆે દ્વારા ચારણ કન્યા કૃતિ સુંદર રીતે રજુ કરવામાં આવી હતી. તેમજ દેરામોરા પ્રાથમિક શાળાની બાળાઆે દ્વારા સ્વા્ગત ગીત, ભાતેલ તાલુકા શાળાની બાળાઆે દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો નાટક, તેમજ શુકલ ઇશાબેન દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો વિશે વકતવ્યર રજુ કર્યું હતું. ઉપરાંત સ્ટુનડન્ટમ પોલીસ કેટેટની બહેનો દ્વારા કરાટે નિદર્શન રજુ કરાયું હતું. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રી ય કક્ષાએ યોગા સ્પપર્ધામાં દ્વિતિય ક્રમ પ્રાપ્તી કરનાર જયશ્રીબેન ચાવડા તથા વંદનાબેન લગારીયાને મહાનુભાવોના હસ્તે્ પ્રમાણપત્ર આપી સન્માવનિત કરાઇ હતી. તેમજ રાજય કક્ષાએ તથા રાષ્ટ્રી ય કક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર બહેનોને પણ પ્રમાણપત્ર આપી સન્માાનિત કરવમાં આવી હતી.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા મેર રુપેબેન મોહનભાઇ, મારુ મણીબેન મોહનભાઇ તથા વાઘેલા મનીષાબેન પરબતભાઇને સીલાઇ મશીન મહાનુભાવોના હસ્તેાે અર્પણ કરાયું હતું. તેમજ આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા આંગણવાડીમાં શ્રેષ્ઠં કામગીરી કરનાર 11 કાર્યકર/તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, ચેક મોમેન્ટો. તથા પ્રમાણપત્રો સ્ટે જ પર મહાનુભાવોના હસ્તેઠ આપવામાં આવ્યામ હતા. ઉપરાંત આયોગ્યો શાખા દ્વારા આશાવર્કર બહેનોને સાડી તેમજ ટેકો પ્રાેગ્રામ અંતર્ગત મોબાઇલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાાગત પ્રવચન પ્રાેગ્રામ આેફીસર આઇ.સી.ડી.એસ. એસ.વી. કરમુર તથા આભારવિધિ દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી સોનલબેને કરી હતી. કાર્યક્રમમાં બેટી બચાવો અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સ્વતચ્છઆતા અંગેના રથનું પ્રસથાન ચેરમેનશ્રી મેઘજીભાઇ તથા કલેકટર દ્વારા કરવામાં આવ્યુંઅ હતું.

આ કાર્યક્રમમાં ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઇ કણઝારીયા, ઉપ પ્રમુખ ફાલ્યુકનીબેન વ્યાસ, જિલ્લા પંચાયતના સદસ્ય રાજીબેન કરમુર, ભાણવડ નગરપાલિકાના પ્રમુખ જોશનાબેન સાગઠીયા, કલેકટર જે.આર. ડોડીયા, એસ.પી.રોહન આનંદ, ડી.આર.ડી.એ.ના નિયામક વી.પી. પટેલ, નાયબ કલેકટર માંડોત, નાયબ જિલ્લાા વિકાસ અધિકારી વિઠલાણી, પ્રાંત અધિકારીશ્રી જાડેજા,મુખ્ય જિલ્લા, આરોગ્યટ અધિકારીશ્રી સીગ, મામલતદાર વૈષ્ણરવ, તાલુકા વિકાસ અધિકારી જુઠાભાઇ કરંગીયા સહિત જિલ્લા્ના અધિકારીઆે પદાધિકારીઆે નગરજનો તેમજ બહોળી સંખ્યામાં મહિલાઆે ઉપિસ્થત રહયા હતા.

Comments

comments