ખતમ થશે ટોલ પ્લાઝાઃ ટેક્સની ડિઝિટલાઈઝેશનથી થશે વસૂલાત

September 8, 2018 at 11:17 am


ભવિષ્યમાં ટોલપ્લાઝા વગર પણ ટોલ સંગ્રહ સંભવ બનશે. નેશનલ હાઈ-વે આેથોરિટી આેફ ઈન્ડિયા ટોલ સંગ્રહની પાંચ નવી ટેકનીક ઉપર વિચાર કરી રહી છે. તેમાં એક ટેકનીક જીપીએસ-જીપીઆરએસ આધારિત ઈ-ટોલિંગની છે. તેમાં Iટ અને માટીથી બનેલા ટોલ પ્લાઝાઆેની જરૂર નહી પડે પરંતુ આ કામ કોમ્પ્યુટર દ્વારા કંટ્રાેલ રૂમમાં બેઠા બેઠા કરી શકાશે. આ પ્રણાલીની ખાસ વાત એ છે કે વાહનચાલકે માત્ર કાપેલા અંતરનો જ ટોલ ચૂકવવો પડશે.

હાલ ઈલેક્ટ્રાેનિક ટોલિંગમાં આગલા ટોલપ્લાઝા સુધીનું અંતર, અથાર્ત્ 60 કિલોમીટર માટે ટોલ ચૂકવવો પડે છે. હાલની પ્રણાલી ત્યારે જ સુવિધાજનક છે જ્યારે પ્રત્યેક વાહનમાં ફાસ્ટેગ લાગેલું હોય. તમામ પ્રયાસો છતાં અત્યાર સુધી માત્ર 35 લાખ વાહનમાલિકોએ ફાસ્ટેગ ખરીદયું છે. મોટાભાગના વાહન હજુ પણ ફાસ્ટેગ વગરના છે જેને ઈલેક્ટ્રાેનિક ગેટની જગ્યાએ સામાન્ય ગેટમાંથી પસાર થવું પડે છે અને રોકડમાં ચૂકવણું કરવું પડે છે. તેમાં સમય લાગવાથી ઘણી વખત ટોલપ્લાઝા પર વાહનોની કતાર જોવા મળે છે.

વચ્ર્યુલ પ્લાઝા આ તમામ ઝંઝટોમાંથી મુિક્ત આપશે. તેનાથી હાઈ-વે આેથોરિટીને પણ લાભ થશે કેમ કે અનેક ટોલપ્લાઝા બનાવવા અને ચલાવવાની જગ્યાએ માત્ર એક જ વચ્ર્યુઅલ પ્લાઝા ઉપર જ ખર્ચ કરવાનો રહેશષ. હાઈ-વે આેથોરિટીએ આ પ્રણાલીને અજમાવવા માટે એક પાયલોટ પ્રાેજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેના પ્રારંભિક પરિણામ ઉત્સાહવર્ધક છે. આ ટેકનીમાં જીપીએસ દ્વારા વાહનોના હાઈ-વેમાં પ્રવેશ અને બહાર જવા પર નજર રાખવામાં આવે છે. તેના આધાર પર વાહન જેટલું અંતર પૂરું કરે છે એટલો ટોલ વાહન પ્રિપેડ કાર્ડથી વસૂલવામાં આવે છે.

હાઈ-વે આેથોરિટી ટોલ સંગ્રહની ચાર અન્ય ટેકનીક ઉપર પણ વિચાર કરી રહી છે તેમાં એક ટેકનીક એનએફસી એટલે કે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન કાર્ડની છે. તેમાં વાહન ચાલકોને ટોલ ગેટ પાર કરવા માટે મેટ્રાે જેવા પ્રિપેડ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે. ટોલગેટની સ્ક્રીન પર કાર્ડનેટચ કરાવતા જ ટોલની રકમ કપાઈ જાય છે. જ્યારે ત્રીજી ટેકનીક એએનપીઆર એટલે કે આેટોમેટિક નંબર પ્લેટ રિકગ્નીશન સિસ્ટમની છે. તેમાં વાહનોની નંબર પ્લેટ વાચનારા મશીનો દ્વારા આેટોમેટિક ટોલ સંગ્રહ થાય છે. ચોથી ટેકનીક મલ્ટી લેન ફ્રી ફ્લાે એટલે કે એમએલએફએફ નામથી આેળખાય છે. તેમાં ઈલેક્ટ્રાેનિક ટોલિંગના તમામ લેનમાં લાગુ કરવામાં આવે છે. પાંચમી અને અંતિમ ટેકનીક મોબાઈલ એપ-બ્લ્યુ ટુથ-સેન્સરના ઉપયોગ પર આધારિત છે.

Comments

comments

VOTING POLL