‘ખતરો કે ખિલાડી ૧૦’ માં જોવા મળશે આ કલાકારો…..

August 3, 2019 at 10:51 am


રોહિત શેટ્ટીનો એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી ૧૦’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આ શોમાં ભાગ લેનાર ૧૪ હસ્તીઓ બલ્ગેરિયા પહોંચી ચુક્યા છે. ટીવી કલાકારો કરણ પટેલ, અદા ખાન, કરિશ્મા તન્ના, આરજે મલિશ્કા, કોરિયોગ્રાફર ધર્મેશ અને અનેક હસ્તીઓ ‘ખતરો કે ખિલાડી ૧૦’માં જોવા મળશે. તમામ કલાકારો બલ્ગેરિયા જવા માટે રવાના થઈ ચુક્યા છે. સેલિબ્રિટીઓએ તેમના ચાહકો માટે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

‘ખતરો કે ખિલાડી ૧૦’ ની શૂટિંગ માટે ૧ મહિના માટે સેલેબ્રીટીઓ બલ્ગેરિયા પહોંચી ચુક્યા છે. શોને આ વર્ષે પણ ફિલ્મમેકર રોહિત શેટ્ટી જ હોસ્ટ કરવા જઇ રહ્યો છે. સેલિબ્રિટીએ એરપોર્ટ પર મસ્તી કરતા ફોટા શેર કર્યા હતા.

આ શોનું શૂટિંગ થોડા દિવસોમાં શરૂ થશે, પરંતુ ચાહકોને શો જોવા માટે જાન્યુઆરી ૨૦૨૦ સુધી રાહ જોવી પડશે. ‘ખતરો કે ખેલાડી’ની શરૂઆત ૧૮ જાન્યુઆરીએ સલમાન ખાનના શો ‘બિગ બોસ ૧૩’ સમાપ્ત થયા પછી શરુ થશે. ત્યારે ફરી વખત સ્ટંટ કરતા જોવા મળશે સેલેબ્રીટીઓ…તો ચાહકો આ શોની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

Comments

comments