ખરાબ હિન્દીને કારણે મારાથી બોલાઈ ગયુંઃ સામ પિત્રોડાએ માફી માંગી

May 11, 2019 at 10:38 am


Spread the love

આંતરાષ્ટ્રીય કાેંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર શામ પિત્રોડાએ 1984ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું. પિત્રોડાને પત્રકારોએ શીખ રમખાણો અંગે સવાલ પૂછ્યો ત્યારે પિત્રોડાએ કહ્યું હતું કે રમખાણો થયા તો થયા. પિત્રોડાના આ નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો કાેંગ્રેસ અને પિત્રોડાની વિચારધારા અને ઉÙતાઈ દશાર્વે છે. પિત્રોડાએ કüુું હતું કે 84ના રમખાણોનું આજે શું મહત્વ છેં તમે શું કર્યુ એ જણાવો લોકોએ તમને કામ કરવા મત આપ્યા હતા. જોકે, આ નિવેદન આપ્યાના ચોવીસ કલાકમાં શામ પિત્રોડાએ માફી માંગી હતી

શામ પિત્રોડા શીમલામાં માંફી માંગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ગફલત સજાર્ઈ હતી. તેમને હિંદી ખાસ સમજાતી નથી તેથી આ મિસ અન્ડરસ્ટેન્ડીગ સજાર્ઈ છે. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઆે બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદનો નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગુ છું. આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે વિશ્વમાં ભારતની આેળખ મોદીના કારણે નહી રાજીવ ગાંધીના કારણે છે.

જોકે, આ મુદ્દે કાેંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે શામ પિત્રોડાએ કરેલું નિવેદન સંપૂર્ણપણે વ્યિક્તગત હતું અને નેતાઆેએ આ પ્રકારની નિવેદનબાજી કરતા ચેતવું જોઈએ. કાેંગ્રેસે કહ્યું હતું કે 1984 હોય કે 2002 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે કાેંગ્રેસ પ્રતિબÙ છે અને ન્યાય મળવો જોઈએ. કાેંગ્રેસે સ્પષ્ટતા કરતા કüુ કે કોઈ પણ ધર્મના જાતીના, રંગના લોકો સાથે થયેલી હિંસાંનું અમે ખંડન કરીએ છીએ આ ભારતની એખલાસતાની વિરુÙ છે