ખરીદી કર્યા બાદ બિલ લેનારા ગ્રાહકોને જીએસટીમાં ફાયદો મળશે

April 15, 2019 at 10:12 am


કેન્દ્ર સરકારે જીએસટી સંગ્રહમાં વધારા માટે નવી યોજના બનાવી છે. આ યોજના હેઠળ એવા ગ્રાહકોને રોકડ પ્રોત્સાહન અથવા છૂટ આપવામાં આવશે જે માલ અને સેવાઓની ખરીદ કરીને તેની પહોંચ પ્રાપ્ત કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે પ્રસ્તાવિત યોજના હેઠળ ગ્રાહકોને તેના ચલણના કુલ મુલ્યના એક નિશ્ર્ચિત ટકાવારી પ્રમાણે છૂટ આપવામાં આવી શકે છે. તેનાથી ગ્રાહકોને બિલ માગવા માટે પ્રોત્સાહન મળશે.

ડિઝિટલ ચૂકવણું કરવા પર એકાઉન્ટમાં સીધી રકમ જમા કરવામાં આવશે. પ્રોત્સાહન રકમ હજુ સુધી નિશ્ર્ચિત કરવામાં આવી નથી કેમ કે લોકસભા ચૂંટણીને પગલે હાલ કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી. આવામાં જીએસટી સંબંધી પ્રસ્તાવો પર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી નવી સરકાર બન્યા બાદ તેના ઉપર ઝડપથી કામ થઈ શકે. જો કે નાણાકીય અને કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે યોજના અંગે પૂછવામાં આવેલા સવાલોનો કોઈ જવાબ આપ્યો નહોતો.

Comments

comments