ખાંભાના એક વ્યકિતને ઓનલાઈન ફ્રોડની રૂા.૭,૯૦૦ની રકમ પરત અપાવતી સાયબર સેલ

May 25, 2019 at 11:03 am


અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિ રાયે સાયબર સેલને આપેલ સૂચના અનુસંધાને ખાંભાના લાસા ગામે રહેતા મેહુલભાઈ હડિયાના એસબીઆઈ બેન્ક ખાતામાંથી ગત તા.૭ના રોજ કોઈ ફોન કે ઓટીએફ નંબર વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂા.૭,૯૦૦ની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હતી તેની જાણ એસએમએસ દ્રારા થતા તેઓએ તાત્કાલિક ખાંભા પોસ્ટે તથા સાયબર સેલ પોલીસ ઈન્સ.નો સંપર્ક કર્યેા હતો. ઉપરોકત બનાવ બાબતે જાણ કરતા સાયબર સેલ ટીમે તુર્તજ કાર્યવાહી શરૂ કરી હતી.
આ અંગે પ્રા માહિતી મુજબ મેહુલભાઈના એસબીઆઈ બેન્ક ખાતામાં થયેલ ઓનલાઈન ટ્રાન્ઝેકશનની તમામ માહિતી બેન્કે મેળવી ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા ઓનલાઈન ફ્રોડમાં કપાયેલા નાણા એપલ કંપનીની શરીક્ષયત.બશહહ સેબસાઈટ દ્રારા કાપવામાં આવેલ હોવાનું માલુમ પડું હતું. જેથી નાણા પરત મેળવવા માટે સાયબર સેલ ટીમ દ્રારા જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ તથા ઘટતી તમામ કાર્યવાહી કરી ઓનલાઈન ફ્રોડમાં ગયેલ રકમ રૂા.૭,૯૦૦ મેહુલભાઈના એસબીઆઈ બેન્ક ખાતામાં પરત અપાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Comments

comments

VOTING POLL