ખાગેશ્રી ગામે બે પુત્રને લઇને પરિણીતા ગુમ

February 1, 2018 at 1:30 pm


પોરબંદર નજીકના ખાગેશ્રી ગામે બે પુત્રને લઇને પરિણીતા ગુમ થઇ છે તો સિંધપુર ગામે યુવતિ ગુમ થતાં પરિવારજનો ચિંતાતુર બન્યા છે.
ખાગેશ્રી ગામે રહેતા મુળ મધ્યપ્રદેશના જાંબવાના ગીતાબેન દીલીપભાઇ વાથલા ઉવ. 27 તેના સાત વર્ષના દિકરા જોનીલ અને ત્રણ વર્ષના દિકરા રોશનને લઇને મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ગુમ થયા છે. તે ઉપરાંત મુળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના તથા હાલ સિંધપુર ગામે વાડીએ રહેતા નિર્મલાબેન દિપક ડોરીયા નામની 19 વષ}ય યુવતિ પણ 13મી જાન્યુઆરીએ ગુમ થઇ ગઇ હોવાથી પોલીસને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરાઇ છે.

Comments

comments

VOTING POLL