ખાનગી ક્ષેત્રના શ્રમિકો માટે સમાન વેતન

July 23, 2019 at 11:45 am


કેન્દ્ર સરકાર હવે દેશના કરોડો લોકો એટલે કે મજૂરો, કારીગરો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઆેના વેતન સન્માનજનક બનાવવા માટે પ્રયત્નશીલ છે.
ખાનગી ક્ષેત્રમાં સેલેરીની એક રકમ નિશ્ચિત કરવાનો સરકારનો ઈરાદો છે અને પાછલા સપ્તાહમાં આ માટે વડાપ્રધાને સંબંધિત મંત્રાલયો સાથે મસલતો કરી છે.

ખાનગી ક્ષેત્રના સેલેરી માળખામાં આમૂલ પરિવર્તન કરવાની દિશામાં સરકારે નકકર પગલાં ભરવાની શરૂઆત કરી છે.
‘નેશનલ મિનિમમ વેજ’ અંગેનો વિચાર હાલ તુરંત સરકારે પડતો મુકયો છે.
હવે તમામ રાજ્યો માટે સીગલ મેન્ડેટ્સ ફલોર સેલેરી માટે નકકી કરવામાં આવશે જેનો બધો જ રાજ્યોએ અમલ કરવાનો રહેશે. આજે જ લોકસભામાં શ્રમ-રોજગાર ખાતાના મંત્રી ગંગવાર કોડ આેન વેજીસ બિલ-2019 રજૂ કરવાના છે અને તેના પર ચર્ચા થવાની છે. શ્રમિકો, કામદારો અને ખાનગી ક્ષેત્રના અન્ય વર્ગના કર્મચારીઆેની આરોગ્યની જાળવણીનો મુદ્દાે પણ આ ખરડામાં સામેલ છે. વર્કિંગ કન્ડિશન મંચનો પણ ઉલ્લેખ આ ખરડામાં છે અને આજે લોકસભામાં આ ખરડો રજૂ થઈ જવાની સંભાવના છે.

Comments

comments

VOTING POLL