ખાનગી મેળામાં મહાપાલિકાના દરોડાઃ151 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

September 12, 2018 at 3:41 pm


મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાનગી મેળામાં દરોડા કાર્યવાહી હાથ ધરી 151 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.

ડેપ્યુટી હેલ્થ આેફિસર ડો.પી.પી.રાઠોડે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, 150 ફૂટ રિ»ગરોડ પર પારિજાત પાર્ટીપ્લોટમાં રોયલ જન્માષ્ટમી મેલામાં 18 સ્ટોલમાં દરોડા કાર્યવાહી હાથ ધરી 107 કિલો વાસી ખાદ્યપદાર્થ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ન્યુ રિયલ જન્માષ્ટમી મેલામાં ચાર સ્ટોલમાં ચેકિંગ કરી 9 કિલો વાસી ખાÛપદાર્થ તેમજ રૈયા રોડ પર રજવાડી લોકમેલામાં 9 સ્ટોલમાં ચેકિંગ કરી 35 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. આ મુજબ કુલ 31 સ્ટોલમાંથી 151 કિલો અખાÛ પદાર્થનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર નાશ કરી નાખવામાં આવ્યો છે.

Comments

comments