‘ખાનદાની શફાખાન’નું ટ્રેલર રિલીઝ, સેક્સોલોજીસ્ટની ભૂમિકા ભજવશે સોનાક્ષી સિંહા

June 22, 2019 at 10:48 am


આગામી સમયમાં જ સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘ખાનદાની શફાખાન’નું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. ફિલ્મમાં સોનાક્ષીએ સેક્સોલોજીસ્ટનું પાત્ર ભજવવાની છે. ભારતીય સમાજના લોકોમાં આજે પણ ક્યાંક જૂની-પુરાની વિચારધારા જોવા મળે છે. ત્યારે સમાજના લોકો આજે પણ સેક્સની વાતો કરતાં અચકાય છે ત્યારે સોનાક્ષી આ ફિલ્મમાં આ મુદ્દા પર જ વાત કરતી જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ એકદમ ફની છે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા, રેપર બાદશાહ, અનુ કપૂર, વરુણ શર્મા જેવા કલાકારો જોવા મળશે. સોનાક્ષી સિંહા આ ફિલ્મમાં બેબી બેદીનું પાત્ર પ્લે કરશે.
ખાસ કરીને ટ્રેલરમાં અનુ કપૂર(મામાજી)નું નિધન થાય છે. મામાનું નિધન થતાં જ બેબીબેદી એટલે કે સોનાક્ષી સિંહાને તેમનું ખાનદાની શફાખાના એટલે કે સેક્સ ક્લિનિક ચલાવવાની જવાબદારી મળી. જો કે ટ્રેલરમાં એવું બતાવવામાં આવ્યું છે કે સોનાક્ષી આ ક્લિનિક વેચવા કાઢે તે પહેલાં છ મહિના સુધી તેણે તે જાતે ચલાવવું પડશે. ભારતમાં એક મહિલા સેક્સોલોજીસ્ટ સાથે કેવી કેવી કોમેડી થાય છે, તે તમામ વસ્તુ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
તો સાથે જ રેપર બાદશાહ પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં બાદશાહ પંજાબી સિંગરના રોલમાં છે અને તે મામાજીનો ક્લાઈન્ટ હોય છે. આ ફિલ્મ આગામી ૨૯ જુલાઈએ રીલીઝ થવાની છે. ‘ખાનદાની શફાખાના’ ફિલ્મ ગૌતમ મેહરા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ ભૂષણ કુમાર, મૃગદીપ સિંહ લાંબા અને મહાવીર જૈન છે. ફિલ્મ 26 જુલાઈએ ક્રિતિ સેનન-દિલજિત દોસાંજની ફિલ્મ ‘અર્જુન પટિયાલા’, કંગના-રાજકુમાર રાવની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર મારશે.

Comments

comments

VOTING POLL