ખાપટમાં એક મહીનાથી અપુરતુ પાણી વિતરણ થતાં લોકોમાં રોષ

April 10, 2019 at 2:37 pm


પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક મહીનાથી અપુરતુ પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી મહીલાઓ રોષે ભરાઇ હતી અને એવી ચેતવણી અપાઇ હતી કે, ર૪ કલાકમાં યોગ્ય નહીં થાય તો પાલિકા કચેરીને તાળાબંધી સહિત કચેરીમાં મટકાફોડ કાર્યક્રમ યોજાશે.
પોરબંદર નગરપાલિકામાં ભેળવી દેવાયેલા ખાપટ વિસ્તારમાં છેલ્લા એકાદ મહીનાથી પાણીનું યોગ્ય પ્રમાણમાં વિતરણ કરવામાં આવતું નહીં હોવાથી આ વિસ્તારના રહેવાસીઓએ વારંવારની રજુઆતો કરી હોવા છતાં પાલિકાનું તત્રં બેદરકાર બનીને ઉનાળામાં લોકોને તરસ્યા રાખવા માંગતું હોય તેવી પરિસ્થિતિ ઉભી થતાં કોંગી આગેવાનો રામદેવભાઇ મોઢવાડિયા, લાખણશીભાઇ ગોરાણીયા સહિત સ્થાનિક આગેવાનોએ નગરપાલિકાની કચેરી ખાતે ચીફ ઓફીસર રૂદ્રેશ હત્પદડને ઉગ્ર રજુઆત કરીને જણાવ્ું હતું કે, પાલિકાનું તત્રં આ વિસ્તારમાં પાણી આપવામાં ભેદભાવ રાખે છે. પાણીના વાલ્વમેન પૈસાના ઉઘરાણા કરે છે તો કયાંક પાણીની મેઇન પાઇપલાઇનમાં ચેડા કરીને રીક્ષાથીમાંડીને ટેન્કરો દ્રારા પાણી ચોરી કરવામાં આવે છે તેવો આક્ષેપ કર્યેા હતો.
પોરબંદર પાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશ હત્પદડે આક્ષેપોને ફગાવી દઇને જણાવ્ુંહતું કે, પાલિકાના તત્રં દ્રારા યોગ્ય પાણી વિતરણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નર્મદાની પાણીની પાઇપલાઇનમાં વિક્ષેપ સર્જાયો હોવાથી પુરતું વિતરણ થઇ શકતું નથી.
મહીલાઓએ ઉગ્ર રોષ સાથે જણાવ્ું હતું કે, જો ર૪ કલાકમાં પુરતા પ્રમાણમાં પાણી વિતરણ અંગે કાર્યવાહી નહીં થાય તો પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે અને જરૂર જણાશે તો માટલા લઇને પાલિકા કચેરીએ આવેલ મહીલાઓ મટકાફોડ કાર્યક્રમ પણ યોજશે તેવી ચેતવણી આપી હતી

Comments

comments