ખારગેટમાં રીક્ષાચાલકને ભાડાના ઝઘડામાં છરીના ઘા ઝીકાતા ગંભીર

February 20, 2018 at 1:23 pm


આધેડને લોહી લુહાણ હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

શહેરના ખારગેટ ચોકમાં રીક્ષાના ભાડા બાબતે બોલાચાલી થતાં રીક્ષાચાલક આધેડને એક શખ્સે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ છરીના ઘા ઝીકી નાસી છુટéાે હતો.
શહેરના કાજીવાડમાં રહેતા મુનાફભાઇ અલીભાઇ કુરેશી (ઉ.વ.52)એ રીક્ષા ચલાવી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. રીક્ષા ચાલક આધેડ મુનાફભાઇ કુરેશી ગત રવિવારે મોડી સાંજે ખારગેટ ચોકમાં તેની રીક્ષા લઇ ઉભા હતા આ દરમ્યાન તેને કરચલીયા પરામાં રહેતા વાઘાભાઇ ભરવાડ સાથે ભાડા બાબતે ઝઘડો થયો હતો. ભાડા બાબતે ઝઘડો થતાં વાઘાભાઇએ ઉશ્કેરાઇ જઇ મુનાફભાઇને ગાળો દઇ છરીના પેટમાં, પીઠમાં અને પગમાં ઘા ઝીકી નાસી છુટéાે હતો.
લોહી લુહાણ હાલતે મુનાફભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેની િસ્થતી ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મુનાફભાઇ કુરેશીએ ગંગાજળીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે આઇપીસી કલમ 326, 324 સહિતની કલમો હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ પીએસઆઇ જાડેજાએ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL