ખારીરોહરમાં ઈલેકટ્રીક સગડીમાં શોક સર્કિટ બાદ આગ ભભૂકતા પરિવારના પાંચ દાઝયા

October 9, 2019 at 9:18 am


ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામે ઈલેકટ્રીક સગડી પર રસોઈ બનાવતી બનાવતી વખતે શોક સર્કિટ તથા એકાએક આગ લાગી હતી જેમાં પરિવારના પાંચ સદસ્યો ગંભીર રીતે દાઝી જતાં પ્રથમ રામબાગ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા છે
આ અંગેની આદિપુર સ્થિત સરકારી હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામે રસોઈ બનાવતી સમયે બનેલી આ ઘટનામાં ગુલામ ઈશાક ટાંક ઉંમર વર્ષ ૪૦, કદુ ગુલામ ટાંક, અકબર દાઉદ ટાંક ઉંમર વર્ષ ૩૦, તુંગુરાબેન અકબર ટાંક ઉમર વર્ષ પચ્ચીસ, રુકસાના જુમા ટાંક ઉંમર વર્ષ ૧૯ દાઝી જતા સારવાર તેને પ્રથમ રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય હશે તુગુરાબેન સહિત બે વધુ ગંભીર રીતે દાઝી ગયા છે જેને આઈસીયુમાં રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે આ લખાય છે ત્યાં સુધીમાં પોલીસે સ્થળ જઈને તપાસ શરૂ કરી છે

Comments

comments