ખારીરોહરમાં પતિએ પત્નીની કરી કરપીણ હત્યા

June 20, 2018 at 9:03 pm


પારીવારીક ઝઘડામાં મામલો બિચક્યો હતાે

ગાંધીધામ તાલુકાના ખારીરોહર ખાતે પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ છે.

જાણવા મળતી વિગતાે મુજબ સલમાબેન સાલેઆલમ મુસ્તફા સૈયદ (ઉ.વ.3પ)ની તેના જ પતિએ છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી દીધી હતી. આ બનાવમાં ઘટના સ્થળે પાેલીસ દોડી ગઈ હતી. હતભાગીના મૃતદેહને પાેસ્ટમોર્ટમ માટે હોÂસ્પટલમાં લઈ જવાયો હતાે. હત્યારાને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાેલીસે આરોપી વિરૂદ્ધ 30રની કલમો તળે ગુનાે દાખલ કયોૅ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ગઈકાલે જ ગાંધીધામ ખાતે જ હત્યાનાે બનાવ બનવા પામ્યો હતાે. ત્યાં ફરી એક વખત હત્યાનાે બનાવ બનતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. સમગ્ર પ્રકરપમાં તલસ્પશીૅ તપાસ હાથ ધરી છે. આજે પાેલીસ દ્વારા હતભાગી યુવતિના પરિવારજનાેના નિવેદનાે લેવામાં આવ્યા હતા. આ હત્યાના પગલે નાના એવા સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. આવા બનાવો પૂર્વ કચ્છમાં બની રહ્યાા છે જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે તે એક હકીકત છે. અસામાજીક તત્વો સામે પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ઈચ્છનીય બની રહે છે તેમજ આવા તત્વોને પાઠ ભણાવવા પણ જરૂરી બની રહે છે. છેલ્લા છ માસમાં જોવા જઈએ તાે હત્યાના બનાવો બની રહ્યાા છે. ત્યારે આ બાબતે પાેલીસે ગંભીર બનવું જરૂરી બની રહે છે.

Comments

comments

VOTING POLL