ખાવું અને ખાવા દેવું : લાંચ આપતા પકડાઈ જવાય તો લાંચ આપીને છૂટી પણ જવાય…

November 29, 2019 at 11:38 am


Spread the love

એક માણસનું મૃત્યુ થતા તે યમરાજ પાસે પહાેંચ્યો. યમરાજ જ્યાં હતાં તે વિશાળ કક્ષમાં નાની-મોટી, જાત જાતના આકારોવાળી અનેક ઘડિયાળો હતી,જેમાં અમુક બંધ હાલતમાં હતી,અમુક ધીમી ધીમી ચાલતી હતી,તો અમુક એકદમ ઝડપથી ચાલતી હતી, આથી આ માણસને નવાઈ લાગી,અને યમરાજને પૂછ્યું, મહારાજ, આ બધી ઘડિયાળો કેમ આમ અલગ અલગ આકારની અને અલગ અલગ ઝડપથી ચાલે છેં યમરાજે જવાબ આપ્યો,કે બધી ઘડિયાળો જુદા જુદા દેશોની છે અને જે તે દેશમાં ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક છે તે પ્રમાણે તેટલી ઝડપથી તેની ઘડિયાળ ચાલે છે. તે માણસે હવે ધ્યાનથી આ બધી ઘડિયાળો તરફ જોયું અને થોડી વાર જોયા બાદ તે યમરાજ નજીક ગયો અને કહ્યું,યમરાજ, આમાં ક્યાય ભારતની ઘડિયાળ તો નથી દેખાતી, સાચું કહો, તે નહિ રાખવા માટે તમે તો ક્યાંક લાંચ લઈને ભ્રષ્ટાચાર નથી કર્યો નેં યમરાજ તેને પોતાના રુમમાં લઇ ગયા અને ત્યાં રાખેલ ભારતની ઘડિયાળ બતાવીને કહ્યું, કે જો ભારતની ઘડિયાળ એટલી બધી ઝડપથી ફરે છે કે તેનો હું પંખા તરીકે ઉપયોગ કરું છું!
આપણા દેશમાં ભ્રષ્ટાચાર કેટલો બધો વધી ગયો છે તે દશાર્વતી આ તો એક માત્ર રમૂજ છે, પરંતુ ખરેખર તો ભ્રષ્ટાચાર એ દેશના વિકાસ માટે અવરોધક બનતી એક સૌથી મોટી સમસ્યા છે.મોટાભાગના સરકારી કામો નૈવેÛ આપ્યા વગર થતા નથી. લાંચ આપવી એક પરંપરા થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે કહે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ વાસ્તવિકતા એ છે કે, તેઆે ભલે ન ખાતા હોય પણ તેમની સરકારના જુદા જુદા વિભાગના અધિકારીઆે ભરપેટ ખાય છે.
ટ્રાફિકના મેમો તેમજ મિલકત વેરો ભરવા માટે જે કામ પહેલા રોકડથી થતું હતું તેનું સ્થાન હવે ડિજિટાઈઝેશને લીધું છે. ડિજિટાઈઝેશન કરવા પાછળનો સરકારનો હેતુ એ છે કે ભ્રષ્ટાચાર ઘટે અને નાગરિકોને સુવિધા અને તે સુવિધાની સરળતાની ખાતરી પણ મળે. જો કે, રાજ્યના નાગરિકોના દૈનિક જીવનમાં ભ્રષ્ટાચારના સ્તરોમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે.
તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં તે વાત સામે આવી છે કે 2019 દરમિયાન 26 ટકા ગુજરાતીઆેએ ઘણીવાર લાંચ આપી છે.
ગત વર્ષ એટલે કે 2018ની વાત કરીએ તો 31 ટકા ગુજરાતીઆેએ વર્ષમાં આેછામાં આેછી એકવાર લાંચ આપી હતી, જ્યારે આ વર્ષે 48 ટકા લોકોએ આેછામાં આેછી એકવાર લાંચ આપી હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જો કે સર્વેના આંકડાઆે નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરોના આંકડાથી વિરોધાભાસી લાગે છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યાે છે. જેમાં રાજ્યમાંથી 2500 જેટલા લોકોને આ સર્વેમાં સામેલ કરાયા હતા.
રાજ્યમાં સૌથી વધારે લાંચ પોલીસ કર્મીઆેને આપવામાં આવે છે. જે બાદ સત્તાધીશો તેમજ મિકલત અને જમીનની મંજૂરી માટે આપવામાં આવે છે, તે વાત પણ રિપોર્ટ હાઈલાઈટ કરવામાં આવી છે.
રાજ્યમાં 2018માં પોલીસકર્મીઆેને 44 ટકા લોકોએ લાંચ આપી હતી જેનું પ્રમાણ 2019માં ઘટીને 41 ટકા થયું છે. મિલકતનું રજિસ્ટ્રેશન અને જમીનના મુદ્દા માટે 2018માં 22 ટકા લોકોએ લાંચ આપી હતી જેનું પ્રમાણ 2019માં ઘટીને 18 ટકા થયું છે. મહાનગરપાલિકામાં 2018માં 6 ટકા લોકોએ લાંચ આપી હતી જેમાં 2019માં જબરદસ્ત વધારો થતાં 29 ટકા થયું છે. ઈલેિક્ટ્રસિટી, ટ્રાન્સપોર્ટ અને ટેક્સ માટે 2018માં 28 ટકા લોકોએ લાંચ આપી હતી જે ઘટીને આ વર્ષે 12 ટકા થઈ છે.
લાંચ આપવાના કેસમાં પાછલા વર્ષ કરતાં થોડો ઘટાડો થયો છે. છતાં 50% ભારતીયોએ આ. અભ્યાસમાં કહ્યું કે તેઆેએ 2019માં સરકારી અધિકારીઆેને લાંચ આપી છે. આ અભ્યાસ. 20 રાજ્યોમાં કરવામાં આવ્યો હતો અને તેમાં શામેલ 1.9 લાખ લોકોએ સ્વીકાર્યું હતું કે લાંચ આપવી એ સુનિિશ્ચત કરે છે કે સરકારી અધિકારીઆે તેમનું કાર્ય કરશે.લોકોએ કહ્યું કે ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાના ઘણાં આેછાં રસ્તાઆે છે.
ગ્લોબલ વોચડોગ એજન્સી દર વર્ષે કયો દેશ સૌથી ભ્રષ્ટ છે અને કયો પ્રમાણિક છે તેની યાદી પણ બહાર પાડે છે. આ યાદીમાં ભારત 41 પોઇન્ટ સાથે 78માં ક્રમે છે. પાછલા ભૂતકાળમાં ભારત આ મામલામાં ત્રણ પોઇન્ટનો સુધારો કર્યો છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ઉચ્ચ પ્રાેફાઇલ હોવા છતાં, ચીન ભ્રષ્ટાચારના રેિન્કંગમાં વધારે છે. નિષ્ણાતો કહે છે કે ભારતે ભ્રષ્ટાચાર નિમૂર્લન મામલે પાડોશી દેશો કરતાં વધુ સારી કામગીરી કરી છે, પરંતુ ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે ઘણું કરવાનું બાકી છે.
ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચારના મામલે ભારત, આર્જેન્ટિના, આઇવરી કોસ્ટ અને ગુયાના જેવા દેશોની સ્થિતિમાં સુધારો થયો છે.
ગયા વર્ષે ભારત 40 પોઇન્ટ સાથે આ અહેવાલમાં 81માં ક્રમે હતો. દુનિયાભરના 180 દેશોની યાદીમાં ભારત ત્રણ સ્થાન સુધારીને 78માં ક્રમે છે. ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ચીન 87માં અને પાકિસ્તાન 117માં ક્રમે છે.
છેલ્લા દસ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ સ્થાન પર પહાેંચ્યું છે. વર્ષ 2008 થી ભ્રષ્ટાચારના કેસમાં ભારતનું પ્રદર્શન ધીરે ધીરે સુધરતું રહ્યું છે. ભ્રષ્ટાચાર સૂચકાંકમાં 2017 માં ચીન ભારતથી ઉપર હતું પરંતુ 2018 માં તે લપસીને 87માં સ્થાને પહાેંચી ગયું છે.