ખિસ્તી ગામે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ

December 6, 2018 at 2:08 pm


પોરબંદરના બરડા પંથકમાં હિન્દુત્વની જ્યોતને પ્રંવલીત બનાવવા અને યોજાનારી ધર્મસભાના આયોજનરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખિંી ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બરડાપ્રખંડમાં ખિંી ગામે મીટીગ મળી હતી, પોરબંદર ખાતે આગામી તા. 18/12 ના રોજ પોરબંદરમાં ધર્મસભાના આયોજનરૂપે આ મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીગમાં જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના મંત્રી હિરેનભાઈ રૂપારેલીયાનું માર્ગદર્શન મળેલ હતું જેમાં બરડા પ્રખંડની નવી ટીમ બનાવવામાં આવી હતી અને આ કાર્યક્રમ નિમીતે મુખ્ય છ સમિતિની રચના કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાના બરડા પ્રખંડની વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળની બેઠકમાં સંગઠનને વધુ મજબુત બનાવવાના પ્રયાસરૂપે પ્રાંતના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લાના બરડા પ્રખંડની ટીમની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે જીતુભાઈ કારાવદરા, ઉપાધ્યક્ષ રામભાઈ કારાવદરા, મંત્રી વિજયભાઈ ગોઢાણીયા, સહમંત્રી જીવાભાઈ ગોઢાણીયા, બજરંગદળ સંયોજક દેવાભાઈ ખિસ્તરીયા, સહસંયોજક ભીખુભાઈ કારાવદરા, ગોરસા સંયોજક ભીમાભાઈ ગોઢાણીયા તથા સહસંયોજક તરીકે આેઘડભાઈ ગોઢાણીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભીમભાઈ ભુતિયા ઉપિસ્થત રહ્યા હતા અને મીટીગનું સંચાલન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રાજુભાઈ સોનીએ કર્યું હતું.

Comments

comments