ખીણમાં છેલ્લા27 વર્ષમાં 40 હજારથી વધુના મૃત્યુ

February 1, 2018 at 8:23 pm


જમ્મુ કાશ્મીરમાં રક્તપાતનાે દોર છેલ્લા અનેક વષોૅથી જારી રહ્યાાે છે. ખીણમાં 27 વર્ષમાં 40000 લોકોના મોત થઇ ચુક્યા છે. જે 40000 લોકોના મોત થયા છે તેમાં 13941 નાગરિકો અને 21965 ત્રાસવાદીઆેનાે સમાવેશ થાય છે.વર્ષ 1990થી નવમી એપ્રિલ 2017 સુધીના આંકડામાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે. જો કે ત્યારબાદના ગાળા બાદ પણ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. જેમાં જવાનાેનાે પણ સમાવેશ થાય છે. આ ગાળા દરમિયાન શહીદ થયેલા જવાનાેની સંખ્યા 5055 નાેંધાઇ ગઇ છે. આ ગાળા દરમિયાન ઘાયલ થયેલા જવાનાેની સંખ્યા 13502 નાેંધાઇ ગઇ છે. કાશ્મીરમાં હાલમાં હિંસાને લઇને એક આરટીઆઇ કરવામાં આવી હતી. જેના જવાબમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 1990થી નવમી એપ્રિલ 2017 સુધીના આંકડા જારી કર્યા છે. જેમાં મોતનાે શિકાર થયેલા લોકો અંગે પુરતી માહિતી આપવામાં આવી છે. જેમાં સ્થાનિક નાગરિકો, સુરક્ષા દળોના જવાન અને ત્રાસવાદી સામેલ છે. છેલ્લા ત્રણ દશકના ગાળામાં હિંસાના દોરમાં વર્ષ 2001માં સાૈથી વધારે હિંસા થઇ હતી. આ વર્ષ દરમિયાન 3552 મોત થયા હતા. જે લોકો મોતનાે શિકાર થયા હતા તેમાં 996 સ્થાનિક લોકો અને 2020 ત્રાસવાદીનાે સમાવેશ થાય છે. જ્યારે સુરક્ષા દળના 536 જવાનાે શહીદ થયા હતા. સ્થાનિક નાગરિકોના સાૈથી વધારે મોત 1341 વર્ષ 1996માં થયા હતા. જ્યારે 1995માં 1031 નાગરિકોના મોત થયા હતા. વર્ષ 2006થી 2012ના બાદ ત્રાસવાદી ઘટના સંબંધિત નુકસાનમાં ઘટાડો થયો છે. વર્ષ 2012માં માત્ર 102 મોત થયા હતા. જેમાં 15 નાગરિકો અને 72 ત્રાસવાદી સામેલ છે. જ્યારે 15 જવાન શહીદ થયા હતા. આરટીઆઇમાં મંત્રાલય દ્વારા કાશ્મીરમાં ત્રાસવાદી ઘટનામાં સંપિત્તની વિગત આપવાનાે ઇન્કાર કયોૅ છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે કાશ્મીર સરકાર પાસેથી આ માહિતી મેળવી શકાય છે. રમણ શમાૅ દ્વારા અરજી કરી માહિતી માંગવામાં આવી હતી. વર્ષ 2016માં ફરી ત્રાસવાદી ઘટના વધી હતી. વર્ષ 2013 બાદ ફરી એકવાર ત્રાસવાદી ઘટનાના કારણે મોતનાે આંકડો વધવા લાગ્યો છે. વર્ષ 2016માં વર્ષ 2012ની તુલનામાં બે ગણો વધારો જોવા મળ્યો હતાે. આ દરમિયાન 247 લોકોના મોત થયા હતા. જેમાં 15 નાગરિકોનાે સમાવેશ થાય છે. 150 ત્રાસવાદીઆેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાે. જ્યારે 82 જવાન શહીદ થયા હતા. વર્ષ 2017માં 31મી માર્ચ સુધી 52 લોકોના મોત થયા હતા જેમાં પાંચ નાગરિકો અને 35 ત્રાસવાદી હતા. જ્યારે 12 જવાન શહીદ થયા હતા.ત્રાસવાદી હુમલામાં થયેલા નુકસાનના મામલે માહિતી કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આપવાનાે ઇન્કાર કરવામાં આવ્યો હતાે .આના માટે કહેવામાં આવ્યુ છે કે આ સંબંધમાં માહિતી તાે જમ્મુ કાશ્મીર સરકાર જ આપી શકે છે. કાશ્મીરમાં ઘણા સમયથી રક્તપાતનાે દોર જારી રહ્યાાે છે. હિંસાનાે અંત લાવવા માટે બનતા તમામ પ્રયાસ કર્યા હોવા છતાં સ્થિતીમાં સુધારો થઇ રહ્યાાે નથી. કારણ કે સ્થાનિક યુવાનાે ગેરમાગેૅ દોરાયેલા છે. તેમને ઉશ્કેરવામાં અલગતાવાદી કટ્ટરપથીની ભૂમિકા રહેલી છે. અલગતાવાદીઆે દ્વારા વારંવાર બંધ અને હડતાળની હાકલ કરવામાં આવી રહી છે. આ લોકો જ સ્થિતી સામાન્ય ન બને તે માટે પ્રયાસ કરી રહ્યાા છે. સુરક્ષા દળો અને સરકારની યોજના સામે પાણી ફેરી રહ્યાા છે…

Comments

comments

VOTING POLL