ખુલ્લામાં શૌચમુકત થયા બાદ અમિતાભ બચ્ચન પૈતૃક ગામ જશે

March 14, 2018 at 11:33 am


સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર (દૂત) મહાનાયક અમિતાભ બચ્ચનનું ગામ હવે ટૂંક સમયમાં જ ખુલ્લામાં શૌચથી મુકત (ઓડીએફ) થઈ જશે. ગામ ખુલ્લામાં શૌચમુકત થવા પર અમિતાભ બચ્ચન ખુદ પોતાના પૈતૃક ગામ આવશે. તંત્રનો દાવો છે કે આ અંગે બચ્ચને પોતાની સહમતિ આપી દીધી છે.
અલ્હાબાદના પ્રતાપગઢ જિલ્લાના રાનીગજં તાલુકાનું બાબુપટ્ટી ગામ અમિતાભ બચ્ચનનું પૈતૃક ગામ છે. જો કે અમિતાભ કયારેય આ ગામમાં નથી આવ્યા પરંતુ તેમના પત્ની જયા બચ્ચન વર્ષ ૨૦૦૬માં અહીં આવ્યા હતાં. સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં ખુદ અમિતાભના ગામમાં જ મોટા પાયે લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. તંત્રએ ગામમાં કુલ ૪૮ શૌચાલયોને માન્યતા આપી હતી પરંતુ તેનું બજેટ અટકેલું પડયું હતું. તંત્રએ અહીં તમામ પરિવારો માટે શૌચાલયની વ્યવસ્થા કરતાં ૧૫૧ શૌચાલયો માટે બજેટ ફાળવી દીધું છે. હવે આ ગામમાં ઝડપથી શૌચાલય નિર્માણનું કામ ચાલી રહ્યું છે.

Comments

comments

VOTING POLL