ખુશબુ અને રવિરાજ કેસમાં એએસઆઇ વિવેક કુછડિયાની પુછપરછ

July 15, 2019 at 12:17 pm


રાજકોટના પોલીસ બેડામાં ચકચાર જગાવનાર એએસઆઇ અને કોન્સ્ટેબલના મોત પ્રકરણમાં પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. જેમાં પોલીસે ઘટના પૂર્વે ફલેટમાં જેની હાજરી હતી તે એએસઆઇ ખુશબુના બેચમેટ વિવેક કુછડિયાની પુછપરછ કરી છે.
ગુરૂવારે બનેલી આ ઘટનાને પાંચ દિવસ વિત્યા છતાં હજુ સુધી પોલીસ ગોળી પહેલી કોણે ચલાવી તે અંગે અવઢવમાં છે કે પછી જાણી જોઇએ જાહેર કરવા માગતી નથી તે સહિતના મુદ્દાઆે શંકાસ્પદ છે અને આ પ્રકરણની અનેક ચર્ચાઆે થઇ રહી છે ત્યારે સત્ય હકિકત શું તે જાણવા પોલીસ બેડાના કર્મચારીઆે અને લોકોને પણ આતુરતા છે પરંતુ કોઇ કારણોસર ઉચ્ચ અધિકારીઆેએ પણ મોઢુ સીવી લીધું છે.

હાલ પોલીસ પાસે આ ઘટના માટે એક જ જવાબ છે, તપાસ ચાલુ છે અને એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ ફલેટમાં પોતાની સવિર્સ પિસ્તોલ ભુલી ગયેલા ખુશબુ કાનાબારના સાથી કર્મચારી એએસઆઇ વિવેક કુછડિયાની પોલીસ પુછપરછ કરી છે. પરંતુ હજુ સુધી પોલીસે પુછપરછમાં શું જાણવા મýયું તે જાહેર કર્યું નથી. ત્યારે આ ઘટના રહસ્યના આટાપાટા સજ} રહી છે. સાંજ સુધીમાં એફએસએલ રીપોર્ટ આવ્યો કેટલીક બાબતો સ્પષ્ટ થશે અને હત્યા અને આપઘાતનો ગુનો પણ નાેંધાશે અને પોલીસ અધિકારીઆે સમગ્ર હકીકત જાહેર કરશે.

Comments

comments

VOTING POLL