ખુશ્બૂ-રવિરાજ કેસઃ રાજકોટના 32 નવનિયુક્ત એએસઆઇની રિવોલ્વર પરત ખેંચાઈ

July 14, 2019 at 11:34 am


રાજકોટમાં ગુરુવારે એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો હતો. શહેર પોલીસના મહિલા એએસઆઇ ખુશ્બૂ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહે પોતાની સવિર્સ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ સફાળી જાગેલી પોલીસ સાવધ થઈ છે. શહેર પોલીસે કમિશનર મનોજ અગ્રવાલે નિર્ણય કર્યો છે કે તમામ નવનિયુક્ત એએસઆઇની સવિર્સ રિવોલ્વર પરત ખેંચાશે.

પહેલાં પોલીસ કમિશનરે નિર્ણય કર્યો હતો કે ડéૂટી સમાપ્ત થયા બાદ સવિર્સ રિવોલ્વર જમા કરાવવાની રહેશે. જોકે, હવે તેમણે તકેદારીના ભાગરુપે તમામ એએસઆઇની સવિર્સ રિવોલ્વર પરત ખેંચી છે. રાજકોટ શહેરમાં હાલમાં 32 નવનિયુક્ત એએસઆઇ ફરજ બજાવી રહ્યાં છે.
રાજકોટના યુનિવસિર્ટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા અને એએસઆઈ ખુશ્બુએ ગુરુવારે સવિર્સ રિવોલ્વરમાંથી આપઘાત કરી લીધો હતો.

આપઘાત અને હત્યાના બનાવ બાદ પોલીસે તપાસ માટે એફએસએફલ ટીમની મદદ લીધી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે રવિરાજસિંહના માથામાંથી ગોળી આરપાર થઈ ગઈ હતી. આથી તેમણે લમણે ગોળી રાખીને ટિ²ગર દબાવ્યું હોવાનું માનવામાં આવે છે. જ્યારે ખુશ્બુને જે ગોળી મારવામાં આવી હતી તે તેના માથામાં જ ફસાઈ રહી હતી.

Comments

comments