ખેડુતવાસમાં તરૂણ ઉપર ધારીયાના ઘા ઝીકાયા

February 15, 2018 at 2:15 pm


તરૂણે ‘સાળા’નું સંબોધન નહી કરવાનું કહેતા હુમલો

શહેરના ખેડુતવાસ વિમાના દવાખાના પાસે મોડી સાંજે સામાન્ય બાબતમાં તરૂણને 4 શખ્સોએ ગાળો દઇ પગમાં ધારીયાનો ઘા ઝીકી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéા હતા.
આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડુતવાસ 50 વારિયામાં રહેતા કોળી તરૂણ ચીરાગ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.17)એ ગઇકાલે મોડી સાંજના સાત વાગે વિમાના દવાખાના પાસે એકટીવા સ્કુટર ઉપર બેઠા હતા.
એકટીવા સ્કુટર ઉપર બેઠેલા ચીરાગભાઇને આજ વિસ્તારમાં રહેતા રાહુલ હિંમતભાઇ બારૈયા, મનીષ રાઠોડ, નિલેશ હકાભાઇ અને ઢેરીએ 4 શખ્સોએ આવી રાહુલે ચીરાગભાઇને કહેલ કે આવ સાળા તેમ કહી બોલાવતા ચીરાગભાઇએ સાળા કહીને નહીં બોલાવવાનું કહેતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ રાહુલે તેની પાસે ધારીયાનો અકે ઘા ડાબા પગમાં મારી તમામે જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéા હતા.
આ બનાવ અંગે ચીરાગભાઇએ ઘોઘારોડ પોલીસે ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ લખાવતા પોલીસે આઇપીસી 323, 324, 504/2, 114 અને જીપીએકટ 135 મુજબ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL