ખેડૂતોએ જમીનમાપણીમાં થયેલા છબરડાથી ચિંતા કરવી નહી

September 7, 2018 at 3:31 pm


પોરબંદર સહિત રાજ્યમાં જમીનમાપણીમાં થયેલા છબરડાને લીધે ધરતીપુત્રો ચિંતીત છે ત્યારે પોરબંદરના કલેક્ટરે આવી ચિંતાથી દૂર રહેવા ધરતીપુત્રોને જણાવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રના ટોચના અધિકારીઆેએ ગ્રામજનો વચ્ચે જઈ તેમના ગામની સામુહિક રજૂઆતો તેમજ વ્યqક્તગત પ્રશ્નો સાંભળે, સમજે અને શક્ય હોય તો સ્થળ પર નિકાલ લાવે, અન્યથા નિયત સમયમાં તેનો ઉકેલ કરી સુશાસનની આ વ્યવસ્થા રાજ્યસરકાર દ્વારા પ્રસ્થાપીત છે. સુશાસનની આ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા પોરબંદર જિલ્લા વહીવટીતંત્રએ પહેલ કરી છે.

પોરબંદર જિલ્લાનાં ટોચના અધિકારીઆે જિલ્લાનાં છેવાડાના ગામ ડાડુકામાં ત્રણ કલાક રોકાણ કરી ગામની સામુહિક રજુઆતો વ્યિક્તગત પ્રશ્નો રજુઆતો કાળજીપૂર્વક સાંભળી તેના નિકાલ માટે પ્રતિબÙ થયા છે. ડાડુકાનાં સરપંચ મેરામભાઈ હુંબલે રજુઆત કરતા કહ્યું કે જમીનમાપણી પ્રમોલ્ગેશનમાં ભૂલો રહેવા પામી છે. જમીનનાં નકશા જુના રસ્તાઆેમાં ફેરફાર ગૌચર જમીનમાં ઘટ તથા ફોરલેન થવાથી સામેની સાઈડના ખેડૂત ખાતેદારો માટે રસ્તાનો તેમજ સ્મશાન પહાેંચવાની વિકટ સમસ્યા અંગે રજુઆત કરી હતી. ભુરાભાઈ જલુએ 20 વીઘા જમીનમાં પ્રમોલગેશન જમ્પીગ, વિક્રમભાઈ ડાંગરે બે નાલા બંધ કરી દેવાતા પાણી ભરાવાનો પ્રñ, કમલેશભાઈએ જમીન આપવામાં અનિયમિતતા, દિલીપભાઈ ડાંગરે ખેતીવાડીમાં અનિયમિત વિજ પૂરવઠો તેમજ ગામના પીવાલાયક પાણીનાં પ્રñે રજૂઆતો ગ્રામજનોએ કરી હતી.

નિરાંતપૂર્વક ગ્રામજનોની રજૂઆતો સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટર મુકેશ પંડéાએ જણાવ્યું હતું કે આજે અમો અહી ડાડુકા ગામના ગ્રામજનોની વ્યથા-પીડા રજુઆતો સાંભળવા આવ્યા છીએ અને તેના ઉકેલ માટે પણ એટલી જ ગંભીરતા છે. તેમણે જમીન માપણી અંગે વિસ્તૃત સમજ આપી 130 વર્ષ પહેલા થયેલ જમીન માપણીની િસ્થતિ આજની િસ્થતિની દ્રષ્ટાંતો સાથે સમજ આપી કહ્યું કે કબજા મુજબની જમીનની માપણી છે અને ખેડૂતોની સાચી વાત હશે જેટલી જમીન છે, સાચું છે તે સાચું રહેશે. કોઈ ખેડૂતની જમીન કોઈ વ્યિક્ત લઈ જઈ શકશે નહી. તેમણે નાયબ કલેક્ટરને સૂચના આપી અરજીનો નમુનો તૈયાર કરાવી તલાટી મારફત ખેડૂતોની તમામ રજૂઆતોનો નિકાલ કરવા સુચના આપી હતી.

ગ્રામજનોનાં પીવાના પાણીના પ્રñે પાણી પુરવઠા બોર્ડનાં અધિકારીને ટકોર કરી તુરંત પાણીનું ટેસ્ટીગ કરાવવા અને ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ખેતીવાડીની અપૂરતી વિજળી માટે ખેતીવાડી ગૃપમાં પી.જી.વી.સી.એલ. દ્વારા કામગીરી કાર્યરત છે તે 1 માસમાં નિપટાવવાં સુચનાઆે આપી હતી. જિલ્લા કલેક્ટરે ગામનાં નબળા શિક્ષણ અંગે ટકોર કરી બાળકોને શિક્ષણ આપવા સાથે સરકારની આરોગ્ય વિષયક ગ્રામ વિકાસ, કૃષિલક્ષી યોજનાઆેની વિસ્તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ ગ્રામવિકાસની સાથે લોકોનાં આિથર્ક ઉત્કર્ષ કમાટે યોજનાઆેની માહિતી આપી તેમાં કોઈ અડચણ-મુશ્કેલી નિવારવા માટે તંત્રનાં અધિકારીઆે હંમેશા સહયોગી બનશે તેમ જણાવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે કૃષિક્ષેત્રમાં કાપણીથી લણણી સુધી સાધન સહાય, પ્રાેગ્રામ આેફિસર અંજનાબેન જોષીએ મહિલા બાળવિકાસ સંકલીત યોજનાઆે, મેડીકલ આેફીસર કોડીયાતરે આરોગ્યલક્ષી યોજનાઆે, ગ્રામવિકાસ એજન્સીનાં નિયામક ધાનાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે ગ્રામ વિકાસની મહત્વની યોજનાઆે ઉપરાંત સિંચાઈ, બાંધકામ, પંચાયત, શિક્ષણ યોજનાઆેની જિલ્લાનાં તમામ વિભાગનાં અધિકારીઆેએ ઉપિસ્થત રહી યોજનાકીય વિગતો આપી હતી.

ડાડુકાનાં ગ્રામજનોથી ભરચક્ક હોલમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કરી કહ્યું હતું કે અમારા ગામમાં પહેલી આવી રાત્રીસભા યોજાઈ છે જેમાં અમને નિરાંતે શાંતિપૂર્ણ સાંભળવામાં આવ્યા છે. અમારી વ્યથા ઠાલવવાની અમને તક મળે છે. સાથે-સાથે ગ્રામજનોએ શ્રદ્ધા વ્યક્ત કરી કે અમારા પ્રશ્નો હવે ઉકેલાશે. આ તકે પ્રાંત અધિકારી કુતિયાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર, જિલ્લા માહિતી અધિકારી, પી.જી.વી.સી.એલ., સિંચાઈ સહિત તમામ વિભાગના જિલ્લા અધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા. ગ્રામજનોએ અધિકારીઆેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Comments

comments

VOTING POLL