ખેડૂતોનું શિસ્તબધ્ધ આંદોલન

March 14, 2018 at 7:10 pm


મહારાષ્ટ્રના ખેડૂતોએ હમણા શિસ્તબધ્ધ રીતે આંદોલન કરીને સરકારને માગણીઆે સંતોષવા માટે ફરજ પાડી હતી. કૃષિ લોન માફ કરવા સહિતની તેમની માગણી સાથે નાસિકથી પગપાળા નીકળીને, પાંચ દિવસથી વધુ ચાલીને, 180 કિલોમીટરની લાંબી યાત્રા કરીને મુંબઈના આઝાદ મેદાન ખાતે સવારે સાત વાગે એકત્ર થયા હતા.
ખેડૂતોની માગણી છે કે તેમની તમામ લોન માફ કરી દેવાય, વીજળી બિલ માફ કરી દેવાય, સ્વામિનાથન પંચની ભલામણોનો અમલ કરાય, કૃષિ પેદાશ માટે લઘુતમ ટેકાના ભાવની જાહેરાત થાય અને ખેડૂતો માટે પેન્શન સ્કીમ શરુ કરાય. વિપરીત હવામાન અને અપૂરતા વરસાદને કારણે પાકને નુકસાન થવાને કારણે ખેડૂતો આ માગણી કરી રહ્યા છે. .
રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન માફી તો જાહેર કરી જ દીધી છે, પણ તેની પ્રqક્રયા સામે ખેડૂતોને વાંધો છે. 77 વષ}ય વિશ્વનાથ બાગરે અને 60 વષ}ય મીરાબાઈ મોહન બાગરે પણ મુંબઈ પહાેંચ્યાં છે. તેઆે કહે છે કે તેમની માગણી નહી સંતોષાય ત્યાં સુધી તેઆે ઘરે નહી જાય. બાગરેના 38 વર્ષના દિકરાએ 2011માં ઝેર પીને આપઘાત કરી લીધો હતો. 2008માં તેના પર દોઢ લાખ રુપિયાનું દેવું હતું જે તે ચૂકવી શકે તેમ ન હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
આ ઉપરાંત છ કેબિનેટ મંત્રીઆેની એક સમિતિ પણ બનાવી છે, જે ખેડૂતોની માગણી પર ચર્ચા-વિચારણા કરશે. ભાજપ સિવાયના તમામ પક્ષોએ ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે રવિવારે ખેડૂતોને મળ્યા હતા. મુંબઈવાસીઆેને પણ એક સાથે હજારો ખેડૂતોને જોઈને આશ્ચર્ય થયું હતું. કેટલાકે સેલ્ફી લીધી હતી. કેટલાકે તેમને અનાજ અને પગરખાં આેફર કર્યા હતાં. જેમને જગતતના તાત કહીને આપણે પોરસાઈએ છીએ તેમને જ પોતાના હક માટે આ રીતે આંદોલન કરવું પડે તે સ્થિતિ જ શરમજનક ગણવી જોઈએ.

Comments

comments