ખેડૂતોને સરકારે રાજી કર્યા

July 6, 2018 at 3:08 pm


આખરે કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત થાય તેવો નિર્ણય લઈને ટેકાના ભાવમાં વધારો જાહેર કરી દીધો છે.ખેડૂતોને તેના ઉત્પાદન ખર્ચ કરતાં દોઢગણાં ભાવ મળવા જોઈએ એવું વચન ભાજપ દ્વારા ચૂંટણીઢંઢેરામાં અપાયું હતું. સરકાર જાણે આ વચન પૂર્ણ કરતી હોય એમ ડાંગરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 200 રુપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

લોકસભાની આગામી ચૂંટણીને હવે ફક્ત એક વર્ષનો સમયગાળો બાકી છે, એવા સમયે કેબિનેટની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. એ સાથે એ પણ નાેંધવું જોઈએ કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પક્ષે ખેડૂતોને તેનાં ઉત્પાદન ખર્ચ કરતાં દોઢગણાં ભાવ આપવાનું વચન આપ્યું હતું. વળી, સરકારે આ વચન પૂર્ણ કરવાની જાહેરાત પણ ગયા ફેબ્રુઆરીમાં જાહેર કરેલાં બજેટમાં પણ કરી હતી.

ટેકાના ભાવ વધારાથી ભારતીય અર્થતંત્ર પરની અસર ખાસ પ્રાેત્સાહક નહી હોય એમ નિષ્ણાતોનું માનવું છે. વિïલેષકો અને અર્થશસ્ત્રીઆેએ ચેતવણી આપી હતી કે આ પગલું ફુગાવામાં વધારાની તરફ ધક્કાે મારશે, નાણાકીય ખાધમાં વધારો કરશે, જેને પગલે રિઝર્વ બેંક આૅફ ઇન્ડિયાને વ્યાજ દરમાં ધારણા કરતા તીવ્ર વધારો કરવાની ફરજ પડશે. લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની અસર અત્યારે નક્કી કરવી એ કટાણાનું ગણિત કહેવાશે. ફુગાવા સંબંધી અસર નક્કી કરવા માટે માર્કેટ પ્રાઈસીસ વિરુÙ એમએસપીની દૃિષ્ટએ જોતાં આપણે આૅક્ટોબર-નવેમ્બર સુધી રાહ જોવી રહી. એમએસપીના વધારાની ઘોષણાથી રિઝર્વ બેંક આૅફ ઇન્ડિયા (આરબીઆઇ)ના તાત્કાલિક નિયોજિત પ્રતિqક્રયામાં પરિવર્તન નહી આવે, કારણ કે મૂળ ફુગાવો, તેલ અને ચલણ સમય અને દર વધારાના વ્યાપને ગતિ આપવાના ચાવીરુપ ઘટકો છે.

Comments

comments