ખેડૂતો પણ સંયમ રાખે

October 4, 2018 at 10:48 am


ગાંધી જયંતીના દિવસે વિરોધ પ્રદર્શન કરી રહેલા હજારો ખેડૂતોએ દેશની રાજધાનીમાં પ્રવેશવા પ્રયાસ કરતાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સીમાએ ભારે અંધાધૂંધી અને અરાજકતા વ્યાપી ગઈ હતી. નિરંકુશ કિસાનાનાં ધાડેધાડાંને કાબૂમાં લેવા માટે પોલીસે ન છૂટકે મસમોટા પાઈપવાટે જોરદાર જળધોધ છોડવો પડéાે હતો તેમ જ તેમને વિખેરી નાખવા માટે અશ્રુવાયુનો પણ ઉપયોગ પણ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી સામે વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવી સરકારની ઝાટકણી કાઢી હતી.

ખેડૂતોએ 23મી સપ્ટેમ્બરે હરિદ્વારથી કિસાન યાત્રા આરંભી હતી. ખેડૂતોને વિરોધ પ્રદર્શનમાંથી પાછી પાની કરી જતા રહેવાની વાત ગળે ઉતારવા સરકારે જાહેરાત કરી હતી કે મુખ્ય પ્રધાનોની એક સમિતિ ધરતીના તાતની સઘળી માગણીઆે અંગે ગંભીરતાપૂર્વક વિચારણા અને તપાસ કરશે. પરંતુ ખેડૂતો એકના બે ન થયા. અમે સરકારી બાંયધરીથી સંતુષ્ટ નથી, એ વાતનું તેમણે રટણ કર્યે રાખ્યું હતું અને અંતે પોલીસે બળ પ્રયોગ કરવો પડéાે હતો.આંદોલન વખતે ખેડૂતોએ પણ પોલીસ સામે બળ વાપર્યું હતું.જેમ ખેડૂતો પોતાની માંગણી માટે રસ્તા ઉપર આવ્યા હતા તેવી રીતે પોલીસ પોતાની ફરજના ભાગ રુપે તેમને અટકાવવા આવી હતી. ખેડૂતોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાની જરુર ન હતી.

દિલ્હીની સરહદો ઉપર ખેડૂતો સાથે જે થયું તે ન થવું જોઈતું હતું પરંતુ ખેડૂતોએ પણ શાંતિ રાખવાની જરુર હતી. જે રીતે હજારોની સંખ્યામાં ખેડૂતોએ નેશનલ હાઈ-વે ઉપર હલ્લાબોલ મચાવ્યું હતું તે વ્યાજબી ન હતુ ખેડૂતોને આંદોલન કરવાનો અધિકાર છે પણ બીજા લોકોના ભોગે નહિ. તેમની રેલીથી હાઈ-વે ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ સજાર્યો હતો અને અનેક લોકોએ પરેશાની ભોગવવી પડી હતી.આંદોલન કરનારાઆેએ બીજાની તકલીફો અંગે પણ વિચાર કરવો જોઈએ.

Comments

comments

VOTING POLL