ખેડૂતો હવે ટૂંક સમયમાં બીજા રાજ્યને આેનલાઈન કૃષિ પ્રાેડક્ટ્સ વેચી શકશે

November 7, 2018 at 10:51 am


કૃષિ મંત્રાલય હવે આગામી બે મહિનામાં ઇલેક્ટ્રાેનિક નેશનલ એગિ્રકલ્ચર માર્કેટ (ઈ-નેમ) દ્વારા બજારમાં આંતરરાજ્ય વેપાર શરુ કરવાનો પાઇલટ પ્રાેજેક્ટ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઇ રહ્યું છે. તેના કારણે ખેડૂતો હવે બીજાં રાજ્યને પોતાના ઉત્પાદનો આેનલાઇન વેચી શકશે.

તેનાથી એક રાજ્યના યુનિફાઇડ લાઇસન્સ્ડ ટ્રેડરને આેનલાઇન ટ્રેડ દ્વારા બીજા રાજ્યમાંથી કૃષિ પેદાશો ખરીદવા અને તેના માટે બોલી બોલવામાં મદદ મળશે અને ટ્રાન્સપરન્ટ રીતે રિયલ ટાઇમ બેઝિસ પર પ્રાઇસ ડિસ્કવરીને પ્રાેત્સાહન મળશે.

સરકારી અધિકારીઆેના જણાવ્યા અનુસાર સારી ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો માટે ટ્રેડર્સ વચ્ચે પ્રતિસ્પર્ધા વધવાથી વચેટિયાઆે આઉટ થઇ જશે, જેના કારણે ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વધુ સારા ભાવ મળશે. તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને ઉત્તરાખંડ સહિત સાત રાજ્યમાં ઇન્ટર સ્ટેટ બિઝનેસ શરુ કરવા માટે કામગીરી ચાલી રહી છે.

સ્મોલ ફાર્મર્સ એગિ્રકલ્ચર કન્સોટિર્યમ (એસએફએસી)ના એમડી સુમંતા ચૌધરીએ જણાવ્યું હતું કે કૃષિ પેદાશોની લે-વેચમાં પારદશિર્તા વધારવા માટે રાજ્યના કૃષિ બજાર વચ્ચે વેપારને પ્રાેત્સાહિત કરવાના પ્રાેજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ઈ-નેમ પ્રાેજેક્ટનો અમલ કરવાની જવાબદારી એસએફએસીને આપવામાં આવી છે.

હાલ 585 કૃષિ બજારમાં ઇલેક્ટ્રાેનિક ટ્રેડિગ નેટવર્ક દ્વારા વેપાર થાય છે. સરકારની યોજના આ વર્ષે 200 અને આગામી વર્ષે 215 બજારને ઈ-નેમ પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ કરવાની છે. હાલ દેશમાં 2700 એપીએમસી બજાર છે.

Comments

comments

VOTING POLL