ખેડૂત ખાતેદારોને સરકારની યોજનાનાં લાભ મેળવવામાં અસંખ્ય મુશ્કેલી: કલેકટરને રજૂઆત કરાઇ

April 25, 2018 at 11:11 am


Spread the love

રાય સરકારની જીજીઆરસી યોજના દ્રારા ટપક અને ફુવારાની સબસીડી વિતરણ કરે છે પરંતુ જીજીઆરસીએ તા.૪–૪–૧૭ના રોજ બહાર પાડેલ નિયમ અનુસાર ખેડૂત ખાતેદારોને સરકારની યોજનાનો લાભ લેવામાં ખેડૂતોને અસંખ્ય મુશ્કેલી પડે છે.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે લાભાર્થી ખેડૂતને કુવો અથવા બોર ૭૧રમાં ઉલ્લેખ હોય અથવા મંત્રી પાસેથી ૧૬ નંબર જીજીઆરસીમાં રજુ કરે છે. એટલું જ નહીં અને ખેડૂત દ્રારા મંત્રી પાસે ૧૬ નંબરનો દાખલો રજુ કરે પણ અમુક ગ્રામ પંચાયતની અંદર સ્ટેશનરી ન હોવાથી મંત્રી દ્રારા હાથેથી દાખલો લખી આપવામાં આવે તો જીજીઆરસી માન્ય નથી કરતી જેમાં જીજીઆરસી દ્રારા કુવા બોર ખેડૂત પાસે ઉભા રહીને ફોટો ફરજીયાત માગે એટલે જીજીઆરસીને સરકારી રેકર્ડ તેમજ સરકારી કર્મચારી એટલે કે મામલતદાર અથવા મંત્રી પર વિશ્ર્વાસ નથી એવું સાબીત થાય છે. કુવા અથવા બોરનો ૭૧ર અથવા ૧૬ નંબર દાખલો ખેડૂત રજુ કરે તો કુવા પાસે ખેડૂતને ઉભા રહીને ફોટા પાડવાનો ને નિયમ ના હોવો જોઇએ તે નિયમ દુર થવો જોઇએ.

જીજીસીઆરમાંથી સહાય લઇને ટપક અથવા ફુવારા પધ્ધતિ વસાવે તો ખેડૂતને બેન્કની વિગત આપવી ફરજીયાત છે. જેમાં ખેડૂત બેન્કની પાસબુક આપે તો ભેગી બેન્કમાંથી પ્રિન્ટેડ પહેલા પેઇઝ અને છેલ્લા ટ્રાન્જેકશન ફરજીયાત જોડવાની જીજીઆરસીને ખેડૂત ખાતેદારની નામ, બેન્કનું નામ, શાખાનું નામ, સીએસએફઆઇ કોડ, એકાઉન્ટ નંબર જોઇએ છે કે પછી છેલ્લા ટ્રાન્ઝેકશનની માહિતી લઇને ખેડૂતની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેનો ગુ સર્વે કરે છે કે શું ? જીજીઆરસી ખેડૂતની પ્રાઇવસી ના છનવે તાત્કાલીક સરકાર જાગે અને છેલ્લા ટ્રાન્ઝેકશનનો નિયમ રદ કરે.

વર્ષ ૨૦૦૫થી તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોને ટપક અને ફુવારા પદ્ધતિ વસાવવા માટે જીજીઆરસી યોજના બનાવેલ નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા પી જીજીઆરસી જેવું મોડેલ આખા દેશમાં બને હેતુથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના બનાવવામાં આવી જુન–૨૦૧૭ પછી જીએસટી આવતા ટપક અને ફુવારા ૧૨ ટકા દર લાગેલ છે. જીએસટી પહેલા વેટ હતો ત્યારે ટપક ઉપર ૦ ટકા ટેકસ હતો ૦ ટકા ટેકસમાંથી સીધો ૧૨ ટકા ટેકસ થાય તે વાત ખેડૂતોને ગળે ઉતરે તેવી નથી. ચૂંટણી પૂર્વે સરકારે આ મુદ્દો ગંભીર સમજી રાય સરકારે નિર્ણય કર્યેા હતો કે ૧૭–૧૮ વર્ષનો જીએસટી ટેકસ ખેડૂતો વતી રાય સરકાર ભરશે. તા.૨૩–૧૦–૨૦૧૭ ઠરાવ પ્રમાણે નવા વર્ષમાં ખેડૂતો વતી રાય સરકાર ટપક અને ફુવારા પરનો જીએસટી ટેકસ ભરી આપે એટલે કે ૧૮–૧૯માં ખેડૂતોનું હિત સમજી નિર્ણય લેવા યોગ્ય કરશો